T20 Worldcup 2024 પહેલા ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી, સપોર્ટ સ્ટાફે કરવી પડશે ફિલ્ડિંગ
T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 1 જૂનથી થઇ રહી છે. આ પહેલા વોર્મઅપ મેચ ર

T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 1 જૂનથી થઇ રહી છે. આ પહેલા વોર્મઅપ મેચ રમાશે જેની શરૂઆત 27 મેથી થઇ ગઇ છે. એક જૂને અંતિમ વોર્મઅપ મેચ રમાશે, જે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે છે. જોકે, આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ પર એક મોટુ સંકટ મંડરાઇ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ બે વોર્મઅપ મેચ રમવાની છે પરંતુ પ્રથમ મેચ માટે તેમની પાસે 11 ખેલાડી પણ ઉપલબ્ધ નથી.
28 મેએ ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની પ્રથમ વોર્મઅપ મેચ રમવા માટે ઉતરશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાના સપોર્ટ સ્ટાફના સભ્યો પાસે ફિલ્ડિંગ કરાવવી પડી શકે છે. જોકે, તે બેટિંગ અને બોલિંગ નહીં કરી શકે. જે ખેલાડી રિઝર્વ તરીકે ટીમમાં સામેલ છે તે પણ વોર્મઅપ મેચમાં રમી શકતા નથી. આ કારણે ઓસ્ટ્રેલિયાની ટીમને પોતાના સપોર્ટ સ્ટાફની જરૂર પડશે.
રિપોર્ટ્સ અનુસાર પ્રથમ વોર્મઅપ મેચ માટે ઓસ્ટ્રેલિયા પાસે માત્ર 8 ખેલાડી જ ઉપલબ્ધ છે, કારણ કે કેટલાક ખેલાડી હજુ પણ ત્રિનિદાદ પહોંચ્યા નથી અને કેટલાક ખેલાડી IPL 2024ની ફાઇનલમાં રમ્યા હતા.એવામાં ઓસ્ટ્રેલિયા પર સંકટ છે કે વોર્મઅપ મેચમાં તેમની પ્લેઇંગ ઇલેવન પણ પુરી નહીં થાય. જોકે, 30 મેએ રમાનાર ટીમની બીજી વોર્મઅપ મેચ માટે તમામ ખેલાડી હાજર રહેશે અને ત્યા કોઇ પણ રીતના સપોર્ટ સ્ટાફને યૂઝ કરવાની જરૂર નહીં પડે.
મહત્ત્વપૂર્ણ છે કે ઓસ્ટ્રેલિયાની ટીમના 3 ખેલાડી IPL 2024 ફાઇનલમાં રમ્યા હતા જેમાં ટ્રેવિસ હેડ, પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કનું નામ સામેલ છે. આ ખેલાડી 30 મેએ રમાનાર મેચમાં રમી શકશે. આ સિવાય મિશેલ માર્શ કેપ્ટન્સી કરશે પરંતુ તે ફિલ્ડ પર જોવા નહીં મળે. હેમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે તે માત્ર બેટિંગ જ કરશે. IPL રમનારા ખેલાડી પહેલા ઓસ્ટ્રેલિયા રવાના થશે.
T20 વર્લ્ડકપ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમ
મિશેલ માર્શ (કેપ્ટન), એસ્ટન એગર, પેટ કમિન્સ, ટીમ ડેવિડ, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ, ગ્લેન મેક્સવે઼લ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા
રિઝર્વ પ્લેયર- જેક ફ્રેશર મેકગર્ક, મેટ શોર્ટ








