IPL2024: દિલ્હી સામે આક્રમક બેટિંગ બાદ સુનીલ નારાયણે બનાવ્યો ખાસ રેકોર્ડ, ગંભીર-યૂસુફ પઠાણને છોડ્યા પાછળ
IPL 2024માં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં મેચ રમાઈ

IPL 2024માં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં સુનીલ નારાયણે દિલ્હી કેપિટલ્સ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 39 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા. આ મેચમાં KKRએ DCને 106 રને હરાવ્યું હતું. આ મેચ માટે સુનીલ નારાયણને ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. નારાયણે KKR માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવામાં આન્દ્રે રસેલની બરાબરી કરી લીધી છે.
નારાયણે કરી રસેલની બરાબરી
KKR તરફથી રમતા સુનીલ નારાયણે કુલ 14 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. રસેલ પણ 14 વખત આ એવોર્ડ જીતી ચૂક્યો છે. આ મામલે ગૌતમ ગંભીર બીજા સ્થાને છે. ગંભીર 10 વખત આ ખિતાબ જીતી ચૂક્યો છે. યુસુફ પઠાણે આ ખિતાબ 7 વખત જીત્યો છે.
સુનીલ નારાયણનું IPL કરિયર રહ્યું છે શાનદાર
સુનીલ નારાયણે IPLમાં ઘણી વખત શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 165 મેચ રમી છે. આ દરમિયાન 1180 રન બનાવ્યા છે. નારાયણે આ ટુર્નામેન્ટમાં 5 ફિફ્ટી ફટકારી છે. તેણે બોલિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેણે 166 વિકેટ લીધી છે. આ દરમિયાન સુનીલ નારાયણનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 રન આપીને 5 વિકેટ લેવાનું હતું.








