મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024: વિરાટના સ્ટ્રાઇક રેટના નિવેદન પર ભડક્યા ગાવસ્કર, કોહલીને આપ્યો જવાબ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ના બેટ્સમેન વિરાટ કોહલી પર ગુસ્સે થ

IPL 2024: વિરાટના સ્ટ્રાઇક રેટના નિવેદન પર ભડક્યા ગાવસ્કર, કોહલીને આપ્યો જવાબ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ના બેટ્સમેન વિરાટ કોહલી પર ગુસ્સે થયા છે. ગાવસ્કરે કોહલીના સ્ટ્રાઇક રેટના નિવેદન પર પ્રતિક્રિયા આરપી છે અને બ્રોડકાસ્ટરને પણ આડે હાથ લીધા છે. RCBએ શનિવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને ચાર વિકેટે હરાવ્યું હતું. આ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતા ગાવસ્કરે કોહલીના નિવેદન પર જવાબ આપ્યો છે.

ગાવસ્કરે કહ્યું, આ બધા લોકો એવી વાત કરે છે કે અમને બહારના અવાજની પરવા નથી. જો એમ હોય, તો પછી તમે બાહ્ય અવાજને શા માટે પ્રતિસાદ આપો છો? બહુ નહીં તો પણ અમે થોડું ક્રિકેટ પણ રમ્યા છીએ. અમારી પાસે કોઈ એજન્ડા નથી. આપણે જે જોઈએ છીએ તે વિશે વાત કરીએ છીએ. અમને કોઈની પસંદ-નાપસંદની પરવા નથી. શું થઈ રહ્યું છે તેના પર અમે ફક્ત અમારો અભિપ્રાય આપીએ છીએ.

ગાવસ્કરે કહ્યું, કોમેન્ટેટર તે સમયે સવાલ ઉઠાવે છે જ્યારે સ્ટ્રાઇક રેટ 118નો હોય છે. હું વિશ્વાસથી નથી કહી શકતો કારણ કે હું વધારે મેચ નથી જોતો માટે મને નથી ખબર અન્ય કોમેન્ટેટર શું કહે છે પરંતુ જો તમે 118ના સ્ટ્રાઇક રેટથી રમીને આઉટ થાવ છો અને ઇચ્છો છો કે તેના માટે તમારી પ્રશંસા કરવામાં આવે તો આ અલગ જ ઘટના છે.

વિરાટ કોહલીએ શું કહ્યુ હતું?

વિરાટ કોહલીએ ગુજરાત ટાઇટન્સ વિરૂદ્ધ 28 એપ્રિલે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરતા અણનમ 70 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીએ 159.09ના સ્ટ્રાઇક રેટ સાથે છ ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. મેચ બાદ તેને ટિકાકારોને જવાબ આપતા કહ્યું હું, લોકો મારા રમવાની રીત અને સ્પિનર્સ વિરૂદ્ધ સંઘર્ષની વાત કહી રહ્યાં હતા પરંતુ મારા માટે જીત જ બધુ છે. છેલ્લા 15 વર્ષથી રમવાનું આ એકમાત્ર કારણ છે. મેદાન પર રમવું અને કોમેન્ટ્રી બોક્સમાંથી કોમેન્ટ કરવી બન્ને સ્થિતિ બિલકુલ અલગ છે. તમે પોતાની ટીમ માટે જીત મેળવવા માંગો છો. હું માત્ર પોતાનું કામ કરી રહ્યો છું. હું આ રીતે જ રમીશ. લોકો પછી જ કહે પરંતુ હું પોતાની રમતને સારી રીતે જાણુ છું. લોકોના પોતાના વિચાર છે. જે લોકો મેદાન પર 24 કલાક તે કામ કરી રહ્યાં છે અને તે આ વાતને સમજે છે કે શું થઇ રહ્યું છે.

આ સમાચાર શેર કરો