MI vs CSK / મુંબઈની હાર બાદ સુનીલ ગાવસ્કરે લીધી હાર્દિક પંડ્યાની ક્લાસ, કહ્યું- ‘તેની બોલિંગ જોઈને…’
IPL 2024ની ગઈકાલની MI vs CSK મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. જેમાં રોહિ

IPL 2024ની ગઈકાલની MI vs CSK મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. જેમાં રોહિત શર્માએ સેન્ચુરી ફટકારી હોવા છતાં પણ મુંબઈની ટીમ મેચમાં 20 રનથી હારી હતી.
મેચની છેલ્લી ઓવરના ચાર બોલ કેપ્ટન હાર્દિક પંડ્યા અને ટીમ માટે મોંઘા સાબિત થયા હતા. જેને લઈને સુનીલ ગાવસ્કરે પણ હાર્દિક પંડ્યાની ક્લાસ લીધી હતી.
ધોનીએ છેલ્લા ચાર બોલ પર બનાવ્યા 20 રન
મેચ દરમિયાન હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરમાં કુલ 26 રન આવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ ઓવરના છેલ્લા ચાર બોલ પર 20 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સિક્સ પણ સામેલ છે.
સુનીલ ગાવસ્કરે લીધી હાર્દિક પંડ્યાની ક્લાસ
હાર્દિકના આ પ્રદર્શન અંગે સુનીલ ગાવસ્કરે કહ્યું, “મેં લાંબા સમય બાદ સૌથી ખરાબ પ્રકારની બોલિંગ જોઈ છે. તેની બોલિંગ જોઈને એવું લાગી રહ્યું હતું કે તેણે એવા જ બોલ ફેંક્યા હતા જેના પર ધોની સિક્સ ફટકારી શકે છે.
https://twitter.com/mufaddal_vohra/status/1779716005843058713ગાવસ્કરે કહ્યું, ‘એક સિક્સ મારી ઠીક છે, પરંતુ પછીના બોલ પર તમે ફરી લેન્થ બોલ ફેંકી રહ્યા છો, તમને ખબર છે કે બેટ્સમેન લેન્થ બોલની રાહ જોઈ રહ્યો છે. ધોનીએ તે બોલ પર સિક્સ મારી છતાં એ પછીનો બોલ પગ પર ફુલ ટોસ ફેંકવામાં આવ્યો હતો.”
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, “હાર્દિકની બોલિંગ અને કેપ્ટન્સી એકદમ સામાન્ય હતી. ઋતુરાજ ગાયકવાડે શિવમ દુબે સાથે આટલી સારી બેટિંગ કરી, તેમ છતાં હું માનું છું કે CSKનો સ્કોર 185-190 સુધી મર્યાદિત હોવો જોઈએ.”








