વિનેશ ફોગાટના વજન મામલે ભારતીય કુસ્તી સંઘના પ્રમુખનું નિવેદન, સ્ટાફ અને કોચ પર કડક કાર્યવાહી…
વિનેશ ફોગાટની ગેરલાયકાતનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. એક તરફ, પેરિસ ઓલિમ્પ

વિનેશ ફોગાટની ગેરલાયકાતનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. એક તરફ, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ટુકડીના શેફ ડી મિશન ગગન નારંગ ટૂંક સમયમાં યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) ને મળી શકે છે. વિનેશની ગેરલાયકાત મામલે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે વિનેશ ફોગટના કોચ અને સપોર્ટ સ્ટાફે તેના વજનને નિયંત્રિત કરવામાં બેદરકારી દાખવી છે. તમને જણાવી દઈએ કે ભારતીય કુસ્તીબાજને માત્ર 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો છે.
WFIના પ્રમુખ સંજય સિંહે કહ્યું છે કે તેમણે વિનેશની ગેરલાયકાત અંગે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) અને UWW અધિકારીઓ સાથે વાત કરી છે. સંજય સિંહે કહ્યું, "મેં વિનેશ ફોગાટને છૂટ આપવા અંગે IOA અને UWWના અધિકારીઓ સાથે વાત કરી છે. મને સવારે ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે વિનેશનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ છે. મેં અધિકારીઓને વિનેશના વજન મામલે છૂટ આપવાનું કહ્યું. વધુ છૂટછાટ માટે પૂછવામાં આવ્યું, પરંતુ તે નકારી કાઢવામાં આવ્યું. આખા દેશને ગોલ્ડ મેડલની અપેક્ષા હતી, પરંતુ વિનેશ વજનના કારણે બહાર થઇ ગઈ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિનેશને આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવાની શક્તિ આપે. આખો દેશ તેમની સાથે છે. "
કોચ અને સપોર્ટ સ્ટાફ પર આરોપો
સંજય સિંહે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે વિનેશના કોચની જવાબદારી છે કે તેનું વજન 50 કિલોની અંદર રહે. સંજય સિંહનું કહેવું છે કે તેને આ બાબતમાં વિનેશની કોઈ ખામી દેખાતી નથી કારણ કે તે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી હતી. તેણે આ માટે ભારતીય કુસ્તીબાજના કોચ અને સપોર્ટ સ્ટાફને જવાબદાર ઠેરવ્યા છે. WFI પ્રમુખે વિનેશનું વજન કેવી રીતે વધ્યું તેની તપાસની માંગ કરી છે. આ ઉપરાંત સંજયે કેન્દ્ર સરકાર પાસે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.






