મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શ્રીલંકાના ખેલાડી ડિકવેલાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કરાયો સસ્પેન્ડ, જાણો શું છે કારણ

શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન નિરોશન ડિકવેલાને ડોપિંગ ઉલ્લંઘનને કારણે અનિશ્ચિત સમય

શ્રીલંકાના ખેલાડી ડિકવેલાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કરાયો સસ્પેન્ડ, જાણો શું છે કારણ

શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન નિરોશન ડિકવેલાને ડોપિંગ ઉલ્લંઘનને કારણે અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટે આ વાતની પુષ્ટિ કરી છે.ડિકવેલા લંકા પ્રીમિયર લીગ દરમિયાન ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. આગળની તપાસ સુધી તેને તમામ પ્રકારના ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.

એલપીએલ 2024માં ગાલે માર્વેલ્સ ટીમનો કેપ્ટન હતો

ડિકવેલા એલપીએલ 2024માં ગાલે માર્વેલ્સ ટીમનો કેપ્ટન હતો. તેણે 10 ઇનિંગ્સમાં 153.33ના સ્ટ્રાઇક રેટથી 184 રન બનાવ્યા હતા. તેની ટીમ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ જાફના કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ડિકવેલા ફાઈનલ મેચમાં 8 બોલમાં માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. 

લાંબા સમયથી શ્રીલંકાની ટીમમાંથી દુર

નિરોશન ડિકવેલા લાંબા સમયથી શ્રીલંકન ટીમમાંથી દુર છે. ડિકવેલાએ પોતાની છેલ્લી ટેસ્ટ માર્ચ 2023માં ન્યુઝીલેન્ડ સામે અને તેની છેલ્લી વનડે મેચ જૂન 2022માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.  21 જૂન 2021ના રોજ તેણે પોતાની છેલ્લી T20I મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી.

ડિકવેલાએ 54 ટેસ્ટ અને 55 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી

પોતાની કારકિર્દી દરમિયાન નિરોશન ડિકવેલાએ શ્રીલંકા માટે 54 ટેસ્ટ અને 55 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટેસ્ટમાં તેણે 2757 રન અને વનડેમાં 1604 રન કર્યા હતા. તેણે વનડેમાં 2 સદી પણ ફટકારી છે. T20Iમાં તેણે 131.14ના સ્ટ્રાઈક રેટથી 480 રન બનાવ્યા હતા જેમાં માત્ર એક સદી સામેલ છે.

આ સમાચાર શેર કરો