મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

DPL T20: સાઉથ દિલ્હીએ 20 ઓવરમાં 308 રન ખડક્યા, આયુષ-પ્રિયાંશની જોડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દિલ્હી પ્રીમિયર લીગમાં શનિવારે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ અને નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ વચ્ચે મુ

DPL T20: સાઉથ દિલ્હીએ 20 ઓવરમાં 308 રન ખડક્યા, આયુષ-પ્રિયાંશની જોડીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દિલ્હી પ્રીમિયર લીગમાં શનિવારે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ અને નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 20 ઓવરમાં 308 રન ખડકી દીધા હતા. જેના જવાબમાં દિલ્હી સ્ટ્રાઈકર્સ 196 રન જ બનાવી શકી હતી. પરિણામે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સનો 112 રનથી ભવ્ય વિજય થયો હતો. તમને જણાવી દઈએ કે, ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ નેપાળના નામે છે. 

બદોનીએ 55 બોલમાં 165 રન બનાવ્યા

દિલ્હી પ્રીમિયર લીગમાં નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ સામેની મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. બદોનીએ 55 બોલમાં 8 ચોગ્ગા અને 19 છગ્ગાની મદદથી 165 રન બનાવ્યા હતા.  

પ્રિયાંશે 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા

આયુષ સાથે આ મેચમાં ઓપનર પ્રિયાંશ આર્યએ 50 બોલમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના નામે એક જ ઓવરમાં 6 છગ્ગા પણ સામેલ છે. આ રીતે દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 308 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ મેચ કોઈ નાના મેદાન પર નહીં પરંતુ અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

બદોની અને પ્રિયાંશે રેકોર્ડ બનાવ્યો

આયુષ બદોની અને પ્રિયાંશ આર્યએ બીજી વિકેટ માટે 286 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. જે ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ભાગીદારીનો રેકોર્ડ છે.

શું આયુષને લખનઉ રિલીઝ કરશે...

મેચમાં આયુષે દરેક બોલરને ધોઈ નાખ્યા હતા. તેની વિસ્ફોટક બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિરોધી ટીમના એક બોલર સિવાય બધાએ 10થી વધુ ઈકોનોમીથી રન ખર્ચ્યા હતા. આ વખતે IPL 2025 માટે મેગા ઓક્શન થવાનો છે. જો લખનઉ સુપર જાયન્ટ્સ તેને રિલીઝ કરશે તો તેમાં કોઈ શંકા નથી કે ફ્રેન્ચાઈઝીઓ તેના પર મોટો દાવ લગાવવાથી પાછળ નહીં હટશે.

આ સમાચાર શેર કરો