મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

સાઉથ આફ્રિકા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ્યું, રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

ICC T-20 વર્લ્ડ કપ 2024માં હાલ સુપર-8નો મુકાબલો રમાઈ રહ્યો છે, 24 જૂન( સોમવાર)ના રોજ વેસ્ટઈન્ડિઝના સર વિવિયન રિચર્

સાઉથ આફ્રિકા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ્યું, રોમાંચક મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

ICC T-20 વર્લ્ડ કપ 2024માં હાલ સુપર-8નો મુકાબલો રમાઈ રહ્યો છે, 24 જૂન( સોમવાર)ના રોજ વેસ્ટઈન્ડિઝના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી, આ મુકાબલામાં સાઉથ આફ્રિકાએ DLS નિયમ અંતર્ગત ત્રણ વિકેટથી જીત મેળવી હતી.

સાઉથ આફ્રિકાએ DLS નિયમ અંતર્ગત ત્રણ વિકેટથી જીત મેળવી 

મુકાબલામાં સાઉથ આફ્રિકાને DLSના નિયમ અનુસાર જીત માટે 17 ઓવરમાં 123 રન બનાવવાના હતા, પાંચ બોલ બાકી રહેતા સાઉથ આફ્રિકાની ટીમે કરી લીધા હતા.  આ જીત સાથે જ સાઉથ આફ્રિકાએ સેમીફાઈનલમાં એન્ટ્રી લઈ લીધી છે. ઈંગ્લેન્ડ પહેલેથી જ સેમીફાઈનલમાં પહોંચી ચૂક્યું છે, સાઉથ આફ્રિકા ગ્રુપ-2માં 6 આંક સાથે ટોપ પર છે, તો બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ 4 આંકડાઓ સાથે બીજા સ્થાન પર છે.


આ મેચ દરમ્યાન સાઉથ આફ્રિકાની ઈનિંગની જ્યારે બે ઓવર થઈ હતી, ત્યારે જ વરસાદ આવ્યો હતો. તે સમયે આફ્રિકાની ટીમનો સ્કોર બે વિકેટ પર 15 રન હતો, ત્યારે ટીમ મુશ્કેલીમાં લાગી રહી હતી. પરંતુ જ્યારે વરસાદ રોકાયા પછી મેચ શરૂ થઈ ત્યારે ટોટલને નાનું કરી દેવામાં આવ્યું અને આફ્રિકાને સંશોધિત લક્ષ્યાંક મળ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે ટ્રિસ્ટન સ્ટબ્સે 27 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા. જ્યારે હેનરિક ક્લાસને 22 રનની ઇનિંગ રમી હતી.

T20 WCની સિઝનમાં સૌથી વધુ જીત


7- દક્ષિણ આફ્રિકા, 2024*
6- શ્રીલંકા, 2009
6- ઓસ્ટ્રેલિયા, 2010
6- ઓસ્ટ્રેલિયા, 2021

T20 WC ની સિઝનમાં સૌથી વધુ વિકેટ (વેસ્ટ ઈન્ડિઝ)


13- અલઝારી જોસેફ (2024)
11- સેમ્યુઅલ બદ્રી (2014)
11- આન્દ્રે રસેલ (2024)
10 - ડ્વેન બ્રાવો (2009)

દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં પાંચ રન 

દક્ષિણ આફ્રિકાને જીતવા માટે છેલ્લી ઓવરમાં પાંચ રન બનાવવાના હતા. ઓબેડ મેકકોયની તે ઓવરમાં માર્કો જેન્સને પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને દક્ષિણ આફ્રિકાની ટીમને જીત અપાવી હતી. જેન્સને અણનમ 21 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોસ્ટન ચેઝે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. અને આન્દ્રે રસેલ અને અલઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી.

https://twitter.com/ICC/status/1805110442282377600


પુરણે અડધી સદીની ઇનિંગ રમી


આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં આઠ વિકેટે 135 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે નિકોલસ પૂરને 42 બોલમાં 52 રનની શાનદાર ઈનિંગ રમી જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ઓપનર બેટ્સમેન કાયલ મેયર્સે 34 બોલમાં 3 ફોર અને 2 સિક્સરની મદદથી 35 રન બનાવ્યા હતા. આન્દ્રે રસેલ (15) અને અલ્ઝારી જોસેફ (11*) પણ ડબલ ફિગર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. આફ્રિકા તરફથી ચાઈનામેન બોલર તબરેઝ શમ્સીએ 27 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કેશવ મહારાજ, માર્કો જાનસેન, કાગીસો રબાડા અને એડન માર્કરામે એક-એક વિકેટ લીધી હતી.

આ સમાચાર શેર કરો