બહેન અને જીજા થઈ ગયા વિનેશ ફોગાટની વિરુદ્ધ? જાણો કઈ બાબતે પરિવારમાં થયો વિવાદ
રેસલર વિનેશ ફોગાટ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. વિનેશ મહિલા કુ

રેસલર વિનેશ ફોગાટ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. વિનેશ મહિલા કુશ્તીની 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. જો કે, વિનેશે આની વિરુદ્ધ CASમાં અપીલ કરી હતી, પરંતુ તેનો કેસ ફગાવી દેવામાં આવ્યો હતો. હવે ભારત પરત ફરતા પહેલા તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેના કારણે તેની ઘણી ટીકા થઈ રહી છે.
વિનેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરેલી પોસ્ટમાં ફાઇનલ દિવસે પોતાના વજન કરાવવાની ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું, ‘હું માત્ર એટલું કહેવા ઈચ્છું છું કે અમે હાર નહોતી માની, અમારા પ્રયાસ અટક્યા ન હતા, પરંતુ સમય રોકાઈ ગયો. મારી કિસ્મતમાં કદાચ આવું થવાનું લખ્યું હશે. મારી ટીમ, મારા સાથી અને મારા પરિવારને લાગે છે કે અમે જે ધ્યેય તરફ કામ કરી રહ્યા હતા અને જે હાંસલ કરવા માટે અમે યોજનાઓ બનાવી હતી તે અધુરી રહી ગઈ. હંમેશા કંઈક ઓછું રહી જાય છે અને વસ્તુઓ ફરી ક્યારેય પહેલા જેવી નથી થઈ શકતી. બની શકે કે અલગ-અલગ સંજોગોમાં, હું મારી જાતને 2032 સુધી રમતા જોઈ શકું, કારણ કે મારી અંદર સંઘર્ષ અને કુસ્તી હંમેશા રહેશે."
વિનેશે આ પોસ્ટમાં તેના મુશ્કેલ બાળપણનો ઉલ્લેખ કર્યો છે. તેણે જણાવ્યું કે, તેના પિતાનું નાની ઉંમરમાં જ અવસાન થયું અને તેની માતા કેન્સર સામે લડી રહી હતી. વિનેશે કહ્યું કે, સર્વાઈવલની લડાઈએ તેને ઘણું શીખવ્યું. તેણે લખ્યું, અસ્તિત્વએ મને ઘણું શીખવ્યું. મારી માતાની મુશ્કેલીઓ જોઈને ક્યારેય હાર માનવાની મનોવૃત્તિ અને લડવાની ભાવના જોઈને મને હું જે છું તે બનાવ્યું. તેણે મને મારા અધિકાર માટે લડતા શીખવ્યું, જે મારો અધિકાર છે. જ્યારે પણ હું સાહસ વિશે વિચારું છું ત્યારે હું તેનો વિચાર કરું છું અને આ સાહસ જ મને પરિણામ વિશે વિચાર્યા વિના દરેક લડાઈ લડવામાં મદદ કરે છે.
વિનેશે પોતાની પોસ્ટમાં તાઉ મહાવીર સિંહ ફોગાટનો ઉલ્લેખ કર્યો નથી. આ કારણોસર ફેન્સ વિનેશની ટીકા કરી રહ્યા છે. તેની પિતરાઈ બહેન ગીતા ફોગાટે પણ તેના પર નિશાન સાધ્યું હતું. જોકે, ગીતાએ વિનેશનું નામ નથી લીધું, પરંતુ વિનેશની પોસ્ટના થોડા સમય બાદ તેણે એક પોસ્ટ લખી, જેમાં ગીતાએ લખ્યું, કર્મો કા ફલ સીધા સા હૈ, છલ કા ફલ છલ, આજ નહીં તો કલ.
તેમજ વિનેશ ફોગાટના જીજાએ તેની પોસ્ટ પર લખ્યું, વિનેશ, તેં ખૂબ સારું લખ્યું છે, પરંતુ કદાચ આજે તમે તમારા તાઉ મહાવીર ફોગાટને ભૂલી ગયા છો, જેમણે તમારી કુસ્તી જીવનની શરૂઆત કરી હતી, ભગવાન તમને શુદ્ધ બુદ્ધિ આપે. આ સિવાય ફેન્સ પણ આના પર આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વિનેશ ફોગાટની પોસ્ટ
એક યુઝરે જૂની તસવીર શેર કરી છે, જેમાં વિનેશ તાઉ મહાવીર ફોગાટ અને પિતરાઈ બહેનો સાથે છે.








