મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શુભમન ગિલની ODIમાં સાતમી સદી, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બનાવ્ચા ખાસ રેકોર્ડ

IND vs ENG:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ઓપનર શુભમન ગિલે ફરી એકવાર શ

શુભમન ગિલની ODIમાં સાતમી સદી, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બનાવ્ચા ખાસ રેકોર્ડ

IND vs ENG:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ઓપનર શુભમન ગિલે ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી છે. શુભમને ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરિઝની ત્રીજી મેચમાં સદી ફટકારી છે. શુભમન ગિલ પોતાની વનડે કરિયરમાં 50મી વન ડે રમતાં 7મી સદી ફટકારી છે. આ સદીની સાથે ગિલે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ સાથે ટેસ્ટ, વન-ડે અને T20 ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કોઈ એક જ મેદાનમાં સદી ફટકારનારો તે પહેલો ભારતીય બેટર બની ગયો છે. 

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતીય ટીમ પહેલી બેટિંગ કરતાં શુભમન ગિલે શાનદાર રમત દાખવી આઉટ થયો છે. શુભમન ગિલે ૩૨મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. તેણે 95 બોલમાં 100 રન પૂરા કર્યા. ગિલ પોતાની ૫૦મી વનડેમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આ ઉપરાંત સૌથી ઓછી ઈનિંગ (૫૦ ઇનિંગ્સ)માં સાત સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફાફ ડુ પ્લેસીસ, વોર્નર, બાબર અને ડી કોક આવું કરતબ કરી ચૂક્યા છે. અમદાવાદમાં શુભમનની આ પહેલી વન-ડે સદી છે. અગાઉ તે અહીં ટેસ્ટ અને T20માં સદી ફટકારી ચૂક્યો છે. શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામે સતત ત્રીજી વન-ડેમાં 50થી વધારે રન ફટકાર્યા છે. અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી સીરિઝની છેલ્લી વન-ડેમાં શુભમને આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં પોતાના 2500 રન પૂરા કર્યા હતા. 

50 ઈનીંગમાં આવું કરનારો ગિલ એકમાત્ર ખેલાડી

આ સાથે તે માત્ર 50 ઈનીંગમાં આ માઈલસ્ટોન પૂરો કરનારો એકમાત્ર ખેલાડી બની ગયો છે. અગાઉ દક્ષિણ આફ્રિકન ક્રિકેટર હાશિમ અમલાએ 53 ઈનીંગમાં 2500 રન પૂરા કર્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ભારતનો ઓપનર અને વાઇસ કેપ્ટન જબરદસ્ત ફોર્મમાં આવી જતાં ટીમને રાહત મળી છે.

શુભમન ગિલે 102 બોલ રમતાં કુલ 112 રન બનાવ્યા હતા. આ દરમિયાન 14 ચોગ્યા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત ICC વન ડે રેન્કિગ મુજબ શુભમન ગિલ એક સ્થાન આગળ વધીને હવે વિશ્વનો નંબર 2 બેટ્સમેન બન્યો છે. નવીનતમ ICC રેન્કિંગમાં શુભમન ગિલ 781 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે રોહિત શર્મા 773 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

આ સમાચાર શેર કરો