અમદાવાદમાં ગિલ-સુદર્શને સેન્ચુરી ફટકારી, IPLમાં એક ઈનિંગમાં સદી ફટકારનારી ત્રીજી જોડી બની
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો ખેલાયો હતો. આ મેચમાં શુભમન ગિલ અને સાઇ સુદર્શને સેન્ચુરી ફટકારી હતી. ગિલ-સુદર્શન હવે આઈપીએલ મેચની એક ઈનિંગમાં સદી ફટકારનારી ત્રીજી જોડી બની ગઈ છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત શાનદાર રહી હતી. પ્રથમ વિકેટ માટે ગિલ અને સુદર્શને 210 રનની ભાગીદારી કરી હતી. સુદર્શને 51 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 103 રન ફટકાર્યા હતા. જ્યારે ગિલ 104 રન બનાવીને તુષાર દેશપાંડેનો શિકાર બન્યો હતો.
વોર્નર અને બેયરસ્ટોની જોડીએ સેન્ચુરી મારી હતી
2019ની આઈપીએલમાં સનરાઈઝ હૈદરાબાદ અને બેંગલુરૂ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોની ઓપનિંગ જોડીએ સદી ફટકારી હતી. બેયરસ્ટોએ 56 બોલમાં 114 રન બનાવ્યા હતા જ્યારે વોર્નરે 55 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ મેચમાં RCBને 113 રનમાં ઓલઆઉટ કરીને 118 રનથી વિજય મેળવ્યો હતો.
વિરાટ અને ડી વિલિયર્સે ફટકારી હતી સદી
2016માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ગુજરાત લાયન્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં બેંગલુરૂએ પ્રથમ બેટિંગ કરી હતી. ઓપનર ક્રિસ ગેલ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં કોહલીએ 55 બોલમાં 109 રન અને ડી વિલિયર્સે 52 બોલમાં 129 રન બનાવ્યા હતા. આ મેચમાં વિરાટ અને ડી વિલિયર્સે 229 રનની ભાગીદારી કરી હતી. આ મેચમાં ગુજરાતની આખી ટીમ લક્ષ્યનો પીછો કરતી વખતે 104 રનમાં જ ખખડી ગઈ હતી. પરિણામે 144 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (C), સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ (વિકેટકીપર), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાર્તિક ત્યાગી.
ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (C), રચિન રવીન્દ્ર, ડેરીલ મિશેલ, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ.








