મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: દિલ્હી સામેની મેચ પહેલા ગુજરાત ટાઈટન્સ માટે સારા સમાચાર, પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફરશે કેપ્ટન શુભમન ગિલ!

IPL 2026માં ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી રમેલી બંને મેચ હારી ગઈ છે.

IPL 2026માં ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી રમેલી બંને મેચ હારી ગઈ છે. 8 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મહત્ત્વપૂર્ણ મેચ પહેલા ગુજરાતની ટીમ માટે એક સારા સમાચાર છે. એક અહેવાલ મુજબ, ટીમનો કેપ્ટન શુભમન ગિલ સ્વસ્થ થઈ ગયો છે અને દિલ્હી સામેની મેચ માટે તેના પાછા ફરવાની અપેક્ષા છે. શુભમન ટીમનો કેપ્ટન હોવાની સાથે બેટિંગમાં પણ મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. તેનો કમબેક ટીમના પ્રદર્શનમાં મહત્ત્વપૂર્ણ પરિબળ રહેશે.

RR સામેની મેચ ચૂકી ગયો

શુભમન ગિલ સ્નાયુઓમાં ખેંચાણની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો, જેના કારણે તે રાજસ્થાન સામેની મેચમાં નહતો રમી શક્યો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તે મેચમાં ગુજરાતને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેની ગેરહાજરીમાં, રાશિદ ખાને ટીમનું નેતૃત્વ કર્યું. ટીમને ચોક્કસપણે ગિલની ખોટ વર્તાઈ હતી. આગામી મેચ માટે તેની વાપસી ટીમની દિશા નક્કી કરશે. એક અહેવાલ મુજબ, તે હવે સંપૂર્ણપણે ફિટ છે અને દિલ્હી સામેની મેચમાં રમવા ઉતરશે.

દિલ્હી સામે કડક સ્પર્ધા થશે

અક્ષર પટેલની કેપ્ટનશીશિપ હેઠળ, દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં ઉત્તમ ફોર્મમાં છે. ટીમે અત્યાર સુધી રમેલી બંને મેચ જીતી છે, જ્યારે ગુજરાતે હજુ પણ પોતાનું ખાતું નથી ખોલ્યું. શુભમન ગિલે આ સિઝનમાં ટીમ માટે માત્ર એક જ મેચ રમી છે, જેમાં તેણે પંજાબ કિંગ્સ સામે 27 બોલમાં 39 રન બનાવ્યા છે. ગિલના IPL પ્રદર્શન પર નજર કરીએ તો, તેણે 116 ઈનિંગ્સમાં 3905 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો