VIDEO: IPL 2026 / કોલકાતા અને પંજાબની મેચ રદ્દ થઈ છતાં બદલાયું પોઈન્ટ્સ ટેબલ, જાણો કોણ છે ટોપ પર
IPL 2026માં અત્યંત રોમાંચક મેચ રમાઈ રહી છે. જોકે, સોમવારની મેચ રદ્દ કરવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ અને


IPL 2026માં અત્યંત રોમાંચક મેચ રમાઈ રહી છે. જોકે, સોમવારની મેચ રદ્દ કરવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 6 એપ્રિલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે મેચ યોજાવાની હતી. જોકે, મેચ દરમિયાન વરસાદ શરૂ થયો હતો, જેના કારણે મેચ આગળ ન વધી શકી. તેમ છતાં પોઈન્ટ્સ ટેબલ ફરી બદલાઈ ગયું છે. જોકે, બે ટીમોનું ખાતું હજુ સુધી નથી ખુલ્યું.
વરસાદને કારણે ચોથી ઓવરમાં મેચ રોકી દેવામાં આવી
સોમવારે IPLમાં પંજાબ અને કોલકાતા વચ્ચે મેચ રમાઈ હતી. ટોસ જીત્યા પછી KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદ આવ્યો ત્યારે માત્ર 3.4 ઓવર રમાઈ હતી. ઓછી ઓવરની મેચ માટે લાંબી રાહ જોવાઈ હતી, પરંતુ વરસાદે તે પણ ન થવા દીધું. જ્યારે મેચ રદ્દ કરવામાં આવી ત્યારે KKRએ 3.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 25 રન બનાવ્યા હતા. KKR ખરાબ સ્થિતિમાં હતું. જોકે, જ્યારે મેચ રદ્દ થયા બાદ બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. આનાથી પોઈન્ટ્સ ટેબલમાં KKRનું ખાતું ખુલ્યું. KKR હવે આઠમા સ્થાને પહોંચી ગયું છે.
GT અને CSK હજુ સુધી પોતાનું ખાતું નથી ખોલી શક્યા
આ દરમિયાન બે ટીમો હજુ પણ પોતાની પહેલી જીત અને પોઈન્ટ માટે રાહ જોઈ રહી છે. ગુજરાત ટાઈટન્સે બે મેચ રમી છે અને CSKએ ત્રણ મેચ રમી છે, પરંતુ બંનેને હજુ સુધી જીત નથી મળી. KKR ભલે એક પણ મેચ નથી જીતી શક્યું, છતાં તેનો એક પોઈન્ટ છે. KKR અત્યાર સુધી ત્રણ મેચ રમી ચૂક્યું છે.
પોઈન્ટ્સ ટેબલમાં પંજાબ ટોપ પર
વધુ એક પોઈન્ટ સાથે પંજાબ કિંગ્સ હવે પોઈન્ટ્સ ટેબલમાં ટોપના સ્થાને પહોંચી ગયું છે. ટીમે તેની ત્રણ મેચમાંથી બે જીતી છે અને એક રદ્દ થઈ ગઈ છે, જેના કારણે તેના પાંચ પોઈન્ટ છે. RCB હવે બીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. દિલ્હી કેપિટલ્સ ચોથા નંબરે છે. આ બધી ટીમોના બે મેચ પછી ચાર-ચાર પોઈન્ટ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના બે-બે પોઈન્ટ છે. પોઈન્ટ્સ ટેબલ હાલમાં ખૂબ જ રસપ્રદ લાગે છે અને આગામી દિવસોમાં તે વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.






