ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ પહેલા ભારતને ઝટકો!, શુભમનને ઇજા થતા પ્રથમ મેચમાંથી થઇ શકે છે બહાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. પરિણામે બંને ટીમો મેદાનમાં પરસેવો પા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. પરિણામે બંને ટીમો મેદાનમાં પરસેવો પાડી રહી છે. આ સ્થિતિ વચ્ચે ટીમ ઈન્ડિયાનો સ્ટાર યુવા ખેલાડી શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો છે. એક રિપોર્ટ પ્રમાણે પર્થ ટેસ્ટ પહેલા ફિટ નહીં થાય તો પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરફરાઝ ખાન, કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત થયા હતા.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે શનિવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન શુભમન ગિલને આંગળીમાં ઈજા પહોંચી છે. જોકે, ગિલની ઈજા અંગે હજુ સત્તાવાર માહિતી મળી નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાશે. ત્યાં સુધીમાં ફિટ નહીં થાય તો પ્રથમ ટેસ્ટમાંથી આઉટ થઈ જશે.
આ પણ વાંચો: 'ધોની, રોહિત અને કોહલીને કારણે મારા પુત્રની કારકિર્દી બરબાદ...', આ ખેલાડીના પિતાએ દિગ્ગજો પર ઉતાર્યો ગુસ્સો
જો શુભમન આઉટ થશે તો કોણ 3 નંબર પર બેટિંગ કરશે?
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા હજુ સુધી પર્થ પહોંચ્યો નથી. રોહિતની પત્ની રિતિકાએ પુત્રને જન્મ આપ્યો છે. પરંતુ હવે રોહિત ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. જો તે પહોંચશે તો તે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે. જો ગિલ નહીં રમે તો કે.એલ. રાહુલ અથવા વિરાટ કોહલીને ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક મળી શકે છે. પહેલા કોહલી માત્ર ત્રીજા નંબર પર બેટિંગ કરતો હતો. રાહુલ લોઅર મિડલ ઓર્ડરમાં પણ આવી શકે છે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, રિષભ પંત(વિકેટ કીપર), ધ્રુવ ઝુરેલ(વિકેટ કીપર), સરફરાઝ ખાન, અભિમન્યુ ઇશ્વરન, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાઝ, આકાશ દિપ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, નિતિષ કુમાર રેડ્ડી.








