RR vs GT / શુભમન ગિલે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, આ કારનામું કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે રાજસ્થાન સામે 35 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. આ મેચમ

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે રાજસ્થાન સામે 35 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અડધી સદી ફટકારી હતી. આ મેચમાં શુભમન ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. શુભમન ગિલ IPLમાં 3000 રન પુરા કરનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. ગિલે માત્ર 94 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ સિવાય શુભમન ગિલ IPLમાં આ સિદ્ધિ મેળવનાર ચોથો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલીએ 26 વર્ષ અને 186 દિવસની ઉંમરમાં 3000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ ગિલે 24 વર્ષ 215 દિવસની ઉંમરમાં આ કારનામું કર્યું હતું.
બીજો સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન
વધુમાં, ગિલ IPLમાં 3000 રન બનાવનાર બીજા સૌથી ઝડપી ભારતીય ખેલાડી બન્યો છે, કેએલ રાહુલ આ માઈલસ્ટોન સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય ખેલાડી છે. કેએલ રાહુલે 80 ઈનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.
https://twitter.com/IPL/status/1778102415264518586IPLમાં 3000 રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન
- 24 વર્ષ 215 – શુભમન ગિલ
- 26 વર્ષ 186 દિવસ – વિરાટ કોહલી
- 26 વર્ષ 320 દિવસ – સંજુ સેમસન
- 27 વર્ષ 161 દિવસ – સુરેશ રૈના
- 27 વર્ષ 343 દિવસ – રોહિત શર્મા
ક્રિસ ગેલ ટોપ પર છે
આ યાદીમાં ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે. ગેઈલે 75 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કેએલ રાહુલ 80 ઈનિંગ્સ, જ્યારે જોસ બટલર, શુભમન ગિલ અને ફાફ ડુ પ્લેસિસે આ માઇલસ્ટોન સુધી પહોંચવા માટે 94 ઈનિંગ્સ લીધી છે. આ સાથે જ ગિલે T20માં 4000 રન પણ પૂરા કર્યા છે.
તમને જણાવી દઈએ કે રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 196 રન બનાવ્યા હતા. સંજુ સેમસન અને રિયાન પરાગે અડધી સદીની ઈનિંગ્સ રમી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે શુભમન ગિલે 44 બોલમાં 77 રનની ઈનિંગ રમી હતી.








