મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

INDVsBAN: ભારતને જીતવા માટે 229 રનનો પડકાર, શમીની 5 વિકેટ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જીતવા માટે બાંગ્લાદેશે 229 રનનો પડકાર આપ્યો છે. બાંગ્લાદે

INDVsBAN: ભારતને જીતવા માટે 229 રનનો પડકાર, શમીની 5 વિકેટ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જીતવા માટે બાંગ્લાદેશે 229 રનનો પડકાર આપ્યો છે. બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં 228 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશ તરફથી તોહિદ હદોયે સદી ફટકારી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 5 જ્યારે હર્ષિત રાણાએ 3 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશ તરફથી તોહિદની સદી

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી અને એક સમયે 35 રનમાં જ 5 વિકેટ પડી ગઇ હતી. તે બાદ તોહિદ અને જાકિર અલીએ છઠ્ઠી વિકેટ માટે 154 રનની ભાગીદારી નોંધાવી ટીમને મજબૂત સ્કોર સુધી પહોચાડ્યો હતો.

બાંગ્લાદેશ તરફથી તોહિદે 118 બોલમાં 2 સિક્સર અને 6 ફોરની મદદથી 100 રન બનાવ્યા હતા જ્યારે જાકિર અલીએ 68 રનની ઇનિંગ રમી હતી. તન્જિદ હસને 25 રન બનાવ્યા હતા.

ભારત તરફથી મોહમ્મદ શમીની 5 વિકેટ

ભારત તરફથી મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 53 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. 

સૌથી ઓછી મેચમાં 200 ODI વિકેટ

102-મિશેલ સ્ટાર્ક
104 -મોહમ્મદ શમી/સકલૈન મુશ્તાક
107 -ટ્રેટ બોલ્ટ
112- બ્રેટ લી
117- એલન ડોનાલ્ડ

ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, હર્ષિત રાણા

આ સમાચાર શેર કરો