મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

MS Dhoni Birthday / પહેલા કેક ખવડાવ્યું પછી ધોનીને પગે લાગી, સાક્ષીએ પતિને ખાસ રીતે વિશ કર્યો બર્થ ડે

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની હંમેશા પોતાની સાદગી અને મસ્તી-મજાકથી ઘણા લોકોનું મનોરંજન કરે છે. માહી મેદાન પર

MS Dhoni Birthday / પહેલા કેક ખવડાવ્યું પછી ધોનીને પગે લાગી, સાક્ષીએ પતિને ખાસ રીતે વિશ કર્યો બર્થ ડે

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની હંમેશા પોતાની સાદગી અને મસ્તી-મજાકથી ઘણા લોકોનું મનોરંજન કરે છે. માહી મેદાન પર ખૂબ જ ગંભીર હોય છે, પરંતુ તે હંમેશા તેના મિત્રો અને પરિવાર સાથે મસ્તીના મૂડમાં જોવા મળે છે.

ધોની આજે પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન તેની પત્ની સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં માહી પહેલા બર્થડે કેક કાપીને સાક્ષીને ખવડાવતો જોવા મળે છે અને આ દરમિયાન સાક્ષી તેને પગે લાગે છે અને માહી પણ તેને આશીર્વાદઆપતો જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ધોની તેના મિત્રો અને પરિવાર સાથે કેક કાપતો જોવા મળે છે. આ દરમિયાન માહી સૌથી પહેલા તેની પત્નીને કેક ખવડાવે છે અને બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે અને તેના મિત્રો સાક્ષીને માહીના ચહેરા પર થોડી કેક લગાવવા કહે છે. આ પછી સાક્ષી ધોનીને કેક ખવડાવે છે અને તેને પગે લાગીને આશીર્વાદ લે છે. 

ધોનીની ક્રિકેટ કારકિર્દી

ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ત્રણેય ICC ટૂર્નામેન્ટ જીતી છે. ધોનીના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ધોનીએ કુલ 90 ટેસ્ટ મેચ રમી છે અને 38ની એવરેજથી 4876 રન બનાવ્યા છે. તે જ સમયે, તેણે 98 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1617 રન બનાવ્યા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 126 હતી.

આ સમાચાર શેર કરો