IPL 2024 : CSK તરફથી કેપ્ટન તરીકે સદી ફટકારનાર ઋતુરાજ પ્રથમ ખેલાડી બન્યો, જાણો ધોનીનો સર્વોચ્ચ સ્કોર
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં મંગળવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં ચેન્નાઈ પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટના નુકસાને 210 રન ફટકાર્યા છે. લખનઉને મેચ જીતવા 211 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ શાનદાર સેન્ચુરી ફટકારી છે. આ સાથે તેણે આઈપીએલ કરિયરમાં બીજી સદી મારી છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અજિંક્ય રહાણે પ્રથમ ઓવરમાં જ 1 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ડેરીલ મિચેલ પણ 11 રન બનાવીને યશ ઠાકુરનો શિકાર બન્યો હતો. જે બાદ જાડેજા પણ 16 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, બાદમાં ગાયકવાડ અને શિવમ દુબેએ ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી.
ઋતુરાજ ગાયકવાડે ઈતિહાસ રચ્યો
ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કેપ્ટન તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમી છે. ઋતુરાજ 2024માં ચેન્નાઈ ટીમનો કેપ્ટન બન્યો છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા સમય સુધી ટીમની કમાન સંભાળી હતી. ધોનીનો સર્વોચ્ચ સ્કોર 85 રન હતો. રવિન્દ્ર જાડેજાએ પણ CSKની કેપ્ટનશીપ કરી હતી. જોકે તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર 62 છે. આવી સ્થિતિમાં ઋતુરાજ સીએસકે તરફથી કેપ્ટન તરીકે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
શિવમ દુબેએ આક્રમક ફિફ્ટી ફટકારી
ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં 3 છગ્ગા અને 12 ચોગ્ગાની મદદથી અણનમ 108 રન બનાવ્યા હતા. જ્યારે શિવમ દુબેએ 27 બોલમાં 7 સિક્સ અને 3 ફોરની મદદથી 66 રન ફટકાર્યા હતા.
બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
લખનઉ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન અને યશ ઠાકુર.
ચેન્નાઈ સુપર કિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, મોઈન અલી, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(વિકેટકીપર), દીપક ચાહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન અને મથિશા પથિરાના.








