મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 / આજે રાજસ્થાન અને કોલકતા વચ્ચે મુકાબલો, ઈડન ગાર્ડનમાં ટકરાશે ટેબલ ટોપર્સ

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આજની IPLની મેચ રોમાંચક બની રહેશે. કેમ કે, બંને ટીમ ફોર્મમાં છે. રાજસ્થાન 6

IPL 2024 / આજે રાજસ્થાન અને કોલકતા વચ્ચે મુકાબલો, ઈડન ગાર્ડનમાં ટકરાશે ટેબલ ટોપર્સ

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આજની IPLની મેચ રોમાંચક બની રહેશે. કેમ કે, બંને ટીમ ફોર્મમાં છે. રાજસ્થાન 6 મેચમાં 5 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. કોલકાતા 5 મેચમાં 4 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.

સુનિલ નારાયણની નિર્ણાયક ભૂમિકા

આ મેચ કોલકાતા તરફથી સુનિલ નારાયણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. કેમ કે તે ટોપ ઓર્ડરમાં વિસ્ફોટક બેટિંગ તો કરે જ છે પણ સ્પિનર તરીકેની પણ ઉમદા જવાબદારી નિભાવે છે.

ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કેકેઆર ચેમ્પિયન બન્યું હતું

સુનિલ નારાયણ વર્ષોથી કોલકાતા તરફથી ઓલરાઉન્ડ વિજયી ભૂમિકા ભજવે છે. ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા IPLમાં ચેમ્પિયન બન્યું તેમાં તેનું યોગદાન હતું. હવે ગંભીર ટીમનો મેન્ટોર છે પણ તે ખેલાડી તરીકે યોગદાન આપે છે. હૈદરાબાદ સામે સુનિલ નારાયણે 19 રન અને લખનૌ સામે 4 ઓવરમાં 17 રન આપ્યા હતા.

કેપ્ટન શ્રેયસ ઐય્યરનું ફોર્મ હજુ સાતત્ય વગરનું

કોલકાતા માટે સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદાયેલ ફાસ્ટ બોલર સ્ટાર્કે છેલ્લી મેચમાં ત્રણ વિકેટ ઝડપી આ સિઝનમાં પહેલી વખત ફોર્મ મેળવ્યું તે છે. કોલકાતા ફરી એક વખત ઓપનર ફીલ સોલ્ટની આક્રમક બેટિંગથી સારી શરૂઆત કરે તેવી ઈચ્છા ધરાવશે. કેપ્ટન શ્રેયસ ઐય્યરનું ફોર્મ હજુ સાતત્ય વગરનું છે તેણે લખનૌ સામે અણનમ 38 રન કર્યા હતા.

ઈજાને લીધે બટલરનું રમવું હજુ અનિશ્ચિત

રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન રિયાન પરાગ અને હેટમાયર કોઈપણ બોલિંગને દિશાહીન બનાવી ફટકારી શકે છે. ઈજાને લીધે બટલરનું રમવું હજુ અનિશ્ચિત છે. પણ જો તે ફીટ થશે તો કોલકાતાને પડકારનો સામનો કરવો પડશે. જયસ્વાલ હવે વધુને વધુ મોટી ઈનિંગ રમે તેવી આશા રખાય છે.

કોલકાતા કરતા રાજસ્થાનની બોલિંગ લાઈન ચઢિયાતી

કોલકાતા કરતા રાજસ્થાનની બોલિંગ લાઈન અપ ચઢિયાતી અને સમતોલ છે તેઓ પાસે બોલ્ટ, આવેશ ખાન, ચહલ, મહારાજ છે. જો અશ્વિન ફીટ હશે તો તે પણ આ મેચમાં રમશે. કોલકાતામાં સ્ટાર્ક ઉપરાંત વરૂણ ચક્રવર્તી, રહેમાન, રસેલ મુખ્ય બોલર છે. મેચ સાંજે 7.30થી રમાશે. આ મેચ કોલકતાને ઈડન ગાર્ડન સ્ટેડિયમ માં રમાશે.

આ સમાચાર શેર કરો