IPL2024: ચેન્નાઇ સુપર કિંગ્સનું સ્વપ્ન તૂટ્યું, જીત સાથે RCB પ્લે ઓફમાં પહોંચી
IPL 2024ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે બેંગ

IPL 2024ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. ચેન્નાઇ સુપર કિંગ્સને 27 રને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ પ્લે ઓફમાં પહોંચી ગઇ છે.
RCBએ CSKને હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 218 રન બનાવ્યા હતા. ચેન્નાઇ સુપર કિંગ્સને જીતવા માટે 219 રનનો પડકાર મળ્યો હતો પરંતુ આ ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે જ RCB પ્લે ઓફમાં પહોંચી ગઇ છે.
વિરાટ કોહલી-ડુ પ્લેસિસે અપાવી સારી શરૂઆત
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 39 બોલમાં 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 29 બોલમાં 47 રન બનાવ્યા હતા. રજત પાટીદારે પણ 23 બોલમાં 41 રનની ઇનિંગ્સ રમી હતી. કેમરૂન ગ્રીન 17 બોલ પર 38 રન બનાવીને અણનમ રહી હતી. અંતિમ ઓવરમાં ગ્લેન મેક્સવેલ 5 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો.દિનેશ કાર્તિકે 6 બોલમાં 14 રન બનાવ્યા હતા. ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી શાર્દુલ ઠાકુરે 61 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તુષાર દેશપાંડે અને મિશેલ સેન્ટનરે 1-1 વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગ્સમાં ચેન્નાઇ સુપર કિંગ્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને કેપ્ટન રુતૂરાજ ગાયકવાડની ઇનિંગ્સની પ્રથમ બોલ પર જ ડક આઉટ થયો હતો. ડેરિલ મિશેલ આ મેચમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. રહાણેએ આ મેચમાં 33 રનની ઇનિંગ્સ રમી હતી અને ત્રીજી વિકેટ માટે રચિન સાથે 66 રનની ભાગીદારી કરી હતી. રચિને આ મેચમાં પોતાની અડધી સદી 31 બોલમાં પૂર્ણ કરી હતી. શિવમ દુબે 7 રન બનાવીને આઉટ થયો હતો. ધોનીએ આ મેચમાં 13 બોલમાં 25 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા આ મેચમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો. અંતિમ બે બોલમાં ચેન્નાઇ સુપર કિંગ્સને પ્લે ઓફમાં ક્વોલિફાય કરવા માટે 10 રનની જરૂર હતી પણ યશ દયાલની ઓવરમાં રવિન્દ્ર જાડેજા કોઇ રન બનાવી શક્યો નહતો.
IPL પ્લે ઓફની ચારેય ટીમ ફાઇનલ
IPL 2024માં પ્લે ઓફની ચારેય ટીમ ફાઇનલ થઇ ગઇ છે.IPL પ્લે ઓફમાં કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ.








