મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ 1st Test : રોહિત શર્માએ બેંગલુરુમાં ટોસ જીત્યો, ન્યૂઝીલેન્ડની ટીમ કરશે પ્રથમ બોલિંગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે. આજે (17 ઓક્ટોબર) મેચનો બીજો દ

IND vs NZ 1st Test : રોહિત શર્માએ બેંગલુરુમાં ટોસ જીત્યો, ન્યૂઝીલેન્ડની ટીમ કરશે પ્રથમ બોલિંગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે. આજે (17 ઓક્ટોબર) મેચનો બીજો દિવસ છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ખરાબ હવામાનને કારણે મેચનો પ્રથમ દિવસ રમાઈ શક્યો નહોતો. પરંતુ આજે હવામાન ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય ધરતી પર એકપણ દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી નથી. આ વખતે બંને ટીમો વચ્ચે 13મી ટેસ્ટ શ્રેણી રમાશે.

બીજા દિવસે રમતનો સમય આવો રહેશે


સવારનું સત્ર: 9:15 -11:30
બપોરનું સત્ર: 12:10 - 14:25
સાંજનું સત્ર 14:45 - 16:45

ભારત 3 સ્પિનરો સાથે મેદાનમાં ઉતર્યું 

ભારતીય ટીમ બેંગલુરુ ટેસ્ટમાં 3 સ્પિનરો સાથે ઉતરી છે. રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની સાથે કુલદીપ યાદવનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગિલને ગરદનમાં ઈજા થઈ 

શુભમન ગિલને ગરદનમાં ઈજા છે. આ કારણે તેને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં આરામ આપવામાં આવ્યો છે.

ભારતીય ટીમમાં બે ફેરફાર

ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશ સામે રમી રહેલી ટીમમાં શુભમન ગિલ અને આકાશદીપને આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ કુલદીપ યાદવ અને સરફરાઝને તક મળી છે.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન

ડેવોન કોનવે, ટોમ લેથમ (સી), વિલ યંગ, ડેરીલ મિશેલ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ટોમ બ્લંડેલ (ડબલ્યુકે), ટિમ સાઉથી, મેટ હેનરી, એજાઝ પટેલ, વિલિયમ ઓ'રર્કે.


ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન


રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ભારતમાં ટેસ્ટ મેચોમાં ન્યૂઝીલેન્ડ ટીમનો રેકોર્ડ


કુલ ટેસ્ટ મેચઃ 36
ભારત જીત્યું: 17
ન્યુઝીલેન્ડ જીત્યું: 2
ડ્રો: 17

આ સમાચાર શેર કરો