રોહિત શર્મા- વિરાટ કોહલીએ ફગાવી હતી દુલીપ ટ્રોફીમાં રમવાની ઓફર, ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ઉભા થયા સવાલ
ભારતીય ટીમની ન્યુઝીલેન્ડ સામે શરમજનક હાર બાદ સચિન તેંડુલકરે ટીમ ઇન્ડિયાની તૈયારી પર સવ

ભારતીય ટીમની ન્યુઝીલેન્ડ સામે શરમજનક હાર બાદ સચિન તેંડુલકરે ટીમ ઇન્ડિયાની તૈયારી પર સવાલ ઉઠાવ્યા હતા. હવે BCCI તરફથી વિરાટ કોહલી અને રોહિત શર્માને ટેસ્ટ સિરીઝ પહેલા તૈયારી માટે દુલીપ ટ્રોફીમાં રમવાની ઓફર આપવામાં આવી હતી.
ન્યુઝીલેન્ડે ભારતનો ટેસ્ટમાં કર્યો વ્હાઇટવોશ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતને ન્યૂઝીલેન્ડે 3-0થી હરાવ્યું છે. પ્રથમ વખત કીવી ટીમે ભારતને ભારતમાં ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું છે. ભારતે ઘરેલુ મેદાન પર ટેસ્ટ સિરીઝમાં વ્હાઇટવોશનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇ ટેસ્ટમાં ભારતીય બેટિંગ ક્રમ 147 રનના પડકારનો પીછો કરતા ઓલ આઉટ થઇ ગઇ હતી અને ભારત ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 25 રને હારી ગયું હતું. રિષભ પંતે એકલા સંઘર્ષ કરતા 64 રનની ઇનિંગ રમી હતી.
એક રિપોર્ટ અનુસાર રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની આગેવાની ધરાવતી સિલેક્શન કમિટીએ દુલીપ ટ્રોફીમાં રમવાની તક આપી હતી. જોકે, આ ખેલાડીઓએ થાકનુ બહાનું કાઢીને આ ટૂર્નામેન્ટથી પોતાને દૂર રાખ્યા હતા.
આ પણ વાંચો: IND vs NZ / ટીમ ઈન્ડિયાની હાર પર સચિન તેંડુલકરે ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- 'શું તૈયારીમાં...'
ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પસંદ થયેલી ટીમમાં સામેલ કેએલ રાહુલ, શુભમન ગિલ અને રિષભ પંતે આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ચેન્નાઇમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પાંચ ઘરેલુ ટેસ્ટ મેચ પહેલા એક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રોહિત શર્માની આગેવાની ધરાવતી ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરૂદ્ધ 2-0થી સિરીઝ જીતી હતી પરંતુ ન્યુઝીલેન્ડે 3-0થી ક્લિનસ્વીપ કર્યું હતું.
રોહિત શર્મા-વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન
ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેમજ વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. રોહિત શર્માએ 3 ટેસ્ટ મેચમાં 91 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 3 મેચમાં 93 રન બનાવ્યા હતા.








