મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શું IPLને પણ અલવિદા કહેશે રોહિત શર્મા? T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ પછી તોડ્યું મૌન

T20 વર્લ્ડ કપ 2024નો ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્માએ હવે IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) ના ભવિષ્ય અંગે

શું IPLને પણ અલવિદા કહેશે રોહિત શર્મા? T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ પછી તોડ્યું મૌન

T20 વર્લ્ડ કપ 2024નો ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્માએ હવે IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) ના ભવિષ્ય અંગે પોતાનું મૌન તોડ્યું છે. ફેન્સના મનમાં એક સવાલ હતો કે શું રોહિત T20ના આંતરરાષ્ટ્રીય ફોર્મેટને છોડીને આ ફોર્મેટને સંપૂર્ણપણે છોડી દેશે.

હવે રોહિતે મૌન તોડીને આ તમામ આશંકાઓનો જવાબ આપ્યો છે. રોહિત શર્માએ પોતાની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપ 2024માં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.

ચેમ્પિયન બન્યા બાદ મીડિયાને સંબોધિતી વખતે રોહિતને IPLમાં તેના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું હતું. આના પર તેણે બધાને આશ્વાસન આપ્યું કે તે અત્યારે IPLમાં રમવાનું ચાલુ રાખશે.

મીડિયા સાથે વાત કરતા રોહિતે કહ્યું- 'મેં આ સમયે T20માંથી નિવૃત્તિ લેવાનું વિચાર્યું ન હતું, પરંતુ જે રીતે પરિસ્થિતિ આવી છે, મને લાગ્યું કે મારા માટે T20ને અલવિદા કહેવું એકદમ યોગ્ય છે અને હા, હું IPL 100 ટકા રમીશ.'

રોહિત શર્માએ 2024 T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યા બાદ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. રોહિત પહેલા, વિરાટ કોહલીએ મેચ પછી તરત જ નિવૃત્તિ લઈ લીધી હતી, બાદમાં રવિન્દ્ર જાડેજા પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનારાઓની યાદીમાં સામેલ હતો.

2007માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કરનાર રોહિત અત્યાર સુધી યોજાયેલા દરેક T20 વર્લ્ડ કપમાં રમનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર હોવાની અનોખી વિશિષ્ટતા ધરાવે છે. રોહિતે તાજેતરના T20 વર્લ્ડ કપની 8 મેચમાં 257 રન બનાવ્યા, જે ભારતીય ખેલાડી માટે સૌથી વધુ રન છે.

રોહિતે કેપ્ટનશિપ છોડી ત્યારે પંડ્યા ટ્રોલ થયો હતો

રોહિત શર્મા IPLમાં મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. આ વખતે એટલે કે IPL 2024માં રોહિત હાર્દિક પંડ્યાની આગેવાનીમાં રમતા જોવા મળ્યો હતો. જે બાદ હાર્દિકને સોશિયલ મીડિયાથી લઈને મેદાન સુધી ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું.

IPL 2025 મેગા-ઓક્શન નજીક આવતાં રોહિતનું મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથેનું ભવિષ્ય અનિશ્ચિત છે. IPL 2024 માટે MIની કેપ્ટનશિપમાં ફેરફાર પછી આવું થયું છે. જ્યારે MIએ હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાંથી ખરીદ્યો અને તેને રોહિતની જગ્યાએ કેપ્ટનશિપ આપી ત્યારે ચાહકો ચોંકી ગયા હતા.

2023માં T20Iમાંથી બ્રેક લેવા છતાં, 2024માં પણ રોહિત ભારતના તમામ ફોર્મેટનો કેપ્ટન હતો. રોહિત IPLમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં રમ્યો હતો, જ્યારે હાર્દિક 2024 T20 વર્લ્ડ કપમાં વાઈસ કેપ્ટન હતો.

રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

રોહિત શર્માએ 59 ટેસ્ટમાં 45.46ની એવરેજથી 4137 રન બનાવ્યા છે. જ્યારે હિટમેને 262 ODI મેચોમાં 49.12ની એવરેજથી 10709 રન બનાવ્યા છે. રોહિતે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 159 મેચોમાં 4231 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતના નામે 12 વિકેટ પણ છે. 

રોહિત શર્માની IPL કારકિર્દી

રોહિત શર્માએ IPL 2024ની 14 મેચોમાં 150ના સ્ટ્રાઈક રેટ અને 32.08ની એવરેજથી 417 રન બનાવ્યા હતા. રોહિતે IPLની કુલ 257 મેચમાં 6628 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 29.72 અને સ્ટ્રાઈક રેટ 131.14 રહી છે.

રોહિતની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

  • કુલ T20 મેચઃ 159
  • રન: 4231
  • એવરેજ: 32.05
  • સ્ટ્રાઈક રેટ: 140.89
  • સદી: 5
  • અડધી સદી: 32
  • છગ્ગા: 205
  • ચોગ્ગા: 383

આ સમાચાર શેર કરો