બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે રોહિત શર્મા
ટીમ ઈન્ડિયા આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી

ટીમ ઈન્ડિયા આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) રમાશે. કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝની પ્રથમ મેચ છોડી શકે છે. એક રિપોર્ટ અનુસાર, રોહિત અંગત કારણોસર પ્રથમ મેચમાંથી બહાર થઈ શકે છે. પરંતુ આ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. તે પારિવારિક કારણોસર પ્રથમ મેચ છોડવાનો નિર્ણય લઈ શકે છે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ પર્થમાં રમશે.
એક રિપોર્ટ અનુસાર, રોહિત પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. આ અંગે એક મહત્ત્વની માહિતી સામે આવી છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું કે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. તે સંજોગો પર નિર્ભર રહેશે. જો કે રોહિતે આ અંગે BCCIને જાણ કરી છે. તે એક કે બે ટેસ્ટ મેચ ચૂકી શકે છે. જો બધું બરાબર રહેશે તો રોહિત ઓસ્ટ્રેલિયા સામે તમામ મેચ રમશે.
ઓસ્ટ્રેલિયા પહેલા ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 22 નવેમ્બરથી 3 જાન્યુઆરી સુધી પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. પરંતુ તે પહેલા તે ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાશે. આ પછી બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 1 નવેમ્બરથી મુંબઈમાં યોજાશે.
કેએલ રાહુલને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તક મળી શકે છે
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ બાદ જ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝના સિલેકશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો રાહુલ ન્યુઝીલેન્ડ સામે રમે છે અને સારું પ્રદર્શન કરે છે તો તે ઓસ્ટ્રેલિયા પણ જઈ શકે છે. રાહુલ એક અનુભવી ખેલાડી છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિતની ગેરહાજરીમાં તે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.






