મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

એક બીજાની સામે રમશે રોહિત શર્મા અને વિરાટ કોહલી, આ ટૂર્નામેન્ટમાં ટકરાઇ શકે

શ્રીલંકા પ્રવાસ બાદ હવે ભારતીય ટીમ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક મહિનાના બ્રેક પર છે. આ વચ્ચે ભારતમાં દુલી

એક બીજાની સામે રમશે રોહિત શર્મા અને વિરાટ કોહલી, આ ટૂર્નામેન્ટમાં ટકરાઇ શકે

શ્રીલંકા પ્રવાસ બાદ હવે ભારતીય ટીમ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક મહિનાના બ્રેક પર છે. આ વચ્ચે ભારતમાં દુલીપ ટ્રોફી રમાશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડી પણ રમતા જોવા મળશે. હવે રિપોર્ટ સામે આવ્યા છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ લાંબા સમય બાદ ઘરેલુ ક્રિકેટમાં રમતા જોવા મળશે.

બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ પહેલા BCCI સિલેક્ટર ઇચ્છે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઘરેલુ ક્રિકેટ રમે જેને કારણે ટેસ્ટ સિરીઝની તૈયારી મજબૂત બની શકે. મહત્ત્વપૂર્ણ છે કે 5 સપ્ટેમ્બરથી દુલીપ ટ્રોફીની શરૂઆત થવા જઇ રહી છે.

આ ખેલાડી નહીં રમે ડોમેસ્ટિક ક્રિકેટ

શુભમન ગિલ, કેએલ રાહુલ, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવને દુલીપ ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ટૂર્નામેન્ટ નહીં રમે કારણ કે તેને લાંબા સમય સુધી આરામ આપવામાં આવ્યો છે. સિલેક્ટર બાંગ્લાદેશ વિરૂદ્ધ બે ટેસ્ટ મેચ માટે તેના સામેલ થવા પર પણ ચર્ચા કરવાના છે કારણ કે ભારતે આગામી ચાર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ સહિત 10 ટેસ્ટ મેચની તૈયારી કરવાની છે. BCCI ચીફ સિલેક્ટર અજીત અગરકરની પેનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ચાર ટીમ- ભારત A, ભારત B,ભારત C, ભારત Dની પસંદગી જલદી કરશે.

મોહમ્મદ શમીની થઇ શકે છે વાપસી

લાંબા સમયની ઇન્જરીને કારણે ભારતીય ટીમની બહાર રહેનારા ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ વાપસી માટે તૈયાર છે. ખુદ દુલીપ ટ્રોફી રમવાને લઇને શમીએ નિવેદન આપ્યું હતું. મોહમ્મદ શમીનું કહેવું હતું કે તે બંગાલ માટે દુલીપ ટ્રોફીમાં એક કે બે મેચ જરૂર રમશે. દુલીપ ટ્રોફીમાં 6 મેચ રમાશે. જે 5થી 24 સપ્ટેમ્બર વચ્ચે હશે. 19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે.

આ સમાચાર શેર કરો