મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Video: રિયાન પરાગની પ્રાઇવેટ ડિટેલ થઈ લીક, અનન્યા પાંડે અને સારા અલી ખાનના નામ પર થયો હંગામો

IPLની 17મી સિઝનમાં આ વખતે બેટ્સમેનોનો દબદબો રહ્યો અને કે

Video: રિયાન પરાગની પ્રાઇવેટ ડિટેલ થઈ લીક, અનન્યા પાંડે અને સારા અલી ખાનના નામ પર થયો હંગામો

IPLની 17મી સિઝનમાં આ વખતે બેટ્સમેનોનો દબદબો રહ્યો અને કેટલાક યુવા ખેલાડીઓએ પણ પોતાના શાનદાર પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા. આમાં રાજસ્થાન રોયલ્સના યુવા ખેલાડી રિયાન પરાગનું નામ પણ સામેલ હતું. જોકે, સિઝનના અંત પછી, પરાગ તેના પર્ફોર્મન્સ માટે નહીં પરંતુ કંઈક અન્ય માટે સમાચારમાં આવ્યો છે. વાસ્તવમાં, તે તેની યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી માટે ચર્ચામાં છે, જેમાં કેટલીક વાંધાજનક વસ્તુઓ જોવા મળી હતી.

રિયાન પરાગની યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી થઈ લીક

રાજસ્થાન રોયલ્સના આ રાઇટ હેન્ડ બેટ્સમેન યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવાનું પસંદ છે. આ દરમિયાન, તેના લાઇવ સ્ટ્રીમિંગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રિયાન જ્યારે સ્ક્રીન પર યુટ્યુબ ટેબ ખોલે છે, ત્યારે તેની સર્ચ હિસ્ટ્રી દેખાય છે. સર્ચ હિસ્ટ્રીમાં સારા અલી ખાન હોટ અને અનન્યા પાંડે હોટ જેવા ટોપિક દેખાય છે અને હવે સોશિયલ મીડિયા પર આ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે અને વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

IPL 2024માં રિયાન પરાગનું પ્રદર્શન

રિયાન પરાગ માટે IPLની 17મી સિઝન જબરદસ્ત રહી હતી. તેણે 16 મેચમાં 52.09ની એવરેજ અને 149.22ની સ્ટ્રાઈક રેટથી 573 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 4 અડધી સદીની ઇનિંગ્સ આવી. રિયાને રાજસ્થાનને પ્લેઓફમાં લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જો રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમે લીગ સ્ટેજના પહેલા તબક્કામાં સારું પ્રદર્શન કર્યું હતું અને તેના આધારે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. પ્લેઓફમાં રાજસ્થાને એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ક્વોલિફાયર 2માં જગ્યા બનાવી હતી. પરંતુ બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાનની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હાર સાથે બહાર થઈ ગઈ હતી. આઈપીએલની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી. ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી આ મેચમાં KKRએ હૈદરાબાદને 8 વિકેટે હરાવીને ત્રીજી વખત ટાઈટલ જીત્યું હતું.

આ સમાચાર શેર કરો