DC vs GT / રિષભ પંતના છગ્ગાથી કેમેરામેનને ઈજા પહોંચી, મેચ બાદ ડીસી કેપ્ટને માફી માંગી જીત્યા દિલ!
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ગુજરાત ટાઇટન્સ સામે પોતાના બેટથી ભારે તબાહી

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ગુજરાત ટાઇટન્સ સામે પોતાના બેટથી ભારે તબાહી મચાવી હતી. પંતે GT સામે 88 રનની શાનદાર ઈનિંગ રમી, જેના આધારે ટીમ ટૂર્નામેન્ટમાં તેની ચોથી જીત નોંધાવવામાં સફળ રહી હતી.
પંતે તેની ઈનિંગ દરમિયાન 5 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સિક્સમાંથી રિષભ પંતનો એક શોટ BCCIના કેમેરામેનને વાગ્યો, બોલ લાગવાને કારણે કેમેરામેનને ઈજા થઈ હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટને મેચ બાદ કેમેરામેનની માફી માંગી અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી. પંતનો આ વીડિયો IPLના ઓફિશિયલ X એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
રિષભ પંતે મોહિત શર્માની 16મી ઓવરના પહેલા બોલ પર હેલિકોપ્ટર શોટ માર્યો અને મિડ-વિકેટ પર સિક્સ ફટકારી. આ શોટ કેમેરામેનને વાગ્યો હતો.
https://twitter.com/IPL/status/1783155473782542418મેચ બાદ કેમેરામેનની માફી માગતા રિષભ પંતે કહ્યું, “સોરી દેબાશિષ ભાઈ, મારો ઈરાદો તમને ઈજા પહોંચાડવાનો ન હતો, પરંતુ હું આશા રાખું છું કે તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ અને ગૂડ લક.” રિષભ પંતનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
https://twitter.com/IPL/status/1783218205319705010રિષભ પંતની આ ઈનિંગના આધારે દિલ્હી કેપિટલ્સ નિર્ધારિત 20 ઓવરમાં 224 રન બનાવી શકી હતી. આ ઈનિંગ દરમિયાન રિષભ પંતે ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માને ધોઈ નાખ્યો હતો. મોહિતે તેની 4 ઓવરમાં કુલ 73 રન ખર્ચ્યા, જે IPLના ઈતિહાસનો સૌથી મોંઘો સ્પેલ સાબિત થયો.
દિલ્હી કેપિટલ્સના આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ ટીમ માત્ર 220 રન બનાવી શકી હતી. સાઈ સુદર્શન અને ડેવિડ મિલરે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેઓ ટીમને જીત તરફ લઈ જઈ શક્યા ન હતા. આ જીત બાદ, DC IPL 2024 પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે જ્યારે GT હાર બાદ 7મા સ્થાને છે.








