સાઉથ આફ્રિકા-અફઘાનિસ્તાન સેમિફાઇનલ માટે રિઝર્વ ડે તો ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે કેમ નહીં? જાણો કારણ
ટી-20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો એકબીજા સામે મેદાનમાં ઉત

ટી-20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. પહેલી સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ બીજી સેમિફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થશે તો ફેન્સને પરિણામની રાહ જોવી પડી શકે છે.
T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ ત્રિનિદાદમાં રમાશે. જો આ મેચ દરમિયાન વરસાદ પડશે તો તેના માટે એક્સ્ટ્રા સમય મળશે. જો અતિશય વરસાદને કારણે મેચ ન રમી શકાય તો પણ રિઝર્વ ડે પર રમી શકાય છે. પરંતુ બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.
ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે રિઝર્વ ડે કેમ ન રાખવામાં આવ્યો?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે ગુયાનામાં બીજી સેમિફાઈનલ મેચ રમાવાની છે. આ પછી શનિવારે ફાઇનલ મેચ રમાવાની છે. બીજી સેમિફાઇનલ અને ફાઇનલ વચ્ચે માત્ર એક દિવસનો સમય છે. આ કારણોસર બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જશે. પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ટોપ પર છે.
ગુયાનામાં વરસાદની શક્યતા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો વધારે વરસાદ થશે તો મેચ રદ્દ થશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં રમ્યા વિના પહોંચી શકે છે. આ T20 વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ટીમ ઈન્ડિયા એક પણ મેચ હારી નથી. આથી જો ઈંગ્લેન્ડ મેચ રમે તો પણ તેમના માટે જીત આસાન નહીં હોય.





