RCB Vs GT : મોદી સ્ટેડિયમમાં ગુજરાત સામે બેંગલુરુનો 'વિરાટ' વિજય, વિલ જેક્સે શાનદાર સેન્ચુરી ફટકારી
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરીને 3 વિકેટના નુકસાને 200 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલુરુએ 16 ઓવરમાં ટાર્ગેટ પાર પાડીને આસાન વિજય મેળવ્યો હતો.
ગુજરાત ટાઈટન્સે આપેલા 201 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુએ આક્રમક શરૂઆત કરી હતી. ડુ પ્લેસિસ 12 બોલમાં 24 રન બનાવીને સાઈ કિશોરનો શિકાર બન્યો હતો. જે બાદ કોહલી અને વિલ જેક્સે બીજી વિકેટ માટે 150થી વધુ રનની ભાગીદારી કરીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
કોહલીએ સિઝનમાં ચોથી અડધી સદી ફટકારી
વિરાટે 32 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. આ સાથે કોહલીએ સિઝનમાં ચોથી અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત વિલ જેક્સે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. જેક્સે 41 બોલમાં સદી પુરી કરી હતી.
બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ અને યશ દયાલ.
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, આર સાઈ કિશોર, નૂર અહમદ અને મોહિત શર્મા.








