મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

RCB Vs RR મેચમાં ફિક્સિંગ?: દિનેશ કાર્તિક આઉટ હતો, પરંતુ થર્ડ અમ્પાયરે...

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં થર્ડ

RCB Vs RR મેચમાં ફિક્સિંગ?: દિનેશ કાર્તિક આઉટ હતો, પરંતુ થર્ડ અમ્પાયરે...

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણય અંગે સવાલો ઉભા થયા છે. દિનેશ કાર્તિકને ત્રીજા અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઇનિંગ્સની 15મી ઓવરનો આ મામલો છે. આ ઓવરના બીજા બોલ પર આવેશ ખાને રજત પાટીદારને 34 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. દિનેશ કાર્તિકે પહેલો બોલ રમ્યો ત્યારે બોલ તેના પેડને અડ્યો હતો. રાજસ્થાનના બોલરે અપીલ કરતા અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.જોકે, કાર્તિક અમ્યારના નિર્ણયથી અસંમત થતા તેણે રિવ્યૂ લીધો હતો. ત્રીજા અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો.

બોલ પેડ પર અડતા પહેલા જ અલ્ટ્રા-એજમાં વિશાળ સ્પાઇક જોવા મળ્યું

LBW માટે બોલ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા પહેલા, અલ્ટ્રા-એજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળ્યું કે, બોલ પેડ પર અડતા પહેલા જ અલ્ટ્રા-એજમાં એક વિશાળ સ્પાઇક જોવા મળ્યું હતું.

કોમેન્ટેટર્સ પણ અમ્પાયરિંગના નિર્ણયની ટીકા કરી

ફરી રીપ્લે જોતા બોલ બેટને અડ્યો જ નહોતો. અલ્ટ્રા-એજમાં સ્પાઈક ખરેખર બેટ અને પેડ વચ્ચેના સંપર્કને કારણે આવી હતી. કોમેન્ટેટર્સ પણ નબળા અમ્પાયરિંગના નિર્ણયની ટીકા કરી હતી. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ક્રિકેટ ફેન્સ દાવો કરી રહ્યા છે કે બેંગલુરુ-રાજસ્થાન મેચમાં સ્પષ્ટ ફિક્સિંગ જોવા મળ્યું હતું.  

આ સમાચાર શેર કરો