રાહુલ દ્રવિડના પુત્ર સમિતની ટીમ ઈન્ડિયામાં થઈ એન્ટ્રી, BCCIએ ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે ટીમની કરી જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે ઑસ્ટ્રેલિયા સામે મલ્ટી-ફોર્મેટ શ્

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે ઑસ્ટ્રેલિયા સામે મલ્ટી-ફોર્મેટ શ્રેણીના શેડ્યૂલ સાથે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડની પ્રથમ વખત અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમાશે.સમિતની વનડે અને ચાર દિવસીય બંને ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ અંડર-19 સિરીઝ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ભારતીય અંડર 19 ટીમમાં વન ડે કેપ્ટન તરીકે ઉત્તર પ્રદેશના મિડલ ઓર્ડર બેટ્સમેન મોહમ્મદ અમાનની પસંદગી થઈ છે. જ્યારે મધ્ય પ્રદેશનો સોહમ પટવર્ધન ચાર દિવસીય મેચમાં ટીમનું નેતૃત્વ કરશે. સમિત દ્રવિડે હાલમાં જ કર્ણાટકમાં મહારાજા T20 ટ્રોફી સિનિયર ખેલાડી તરીકે રમી હતી. જેમાં તે મૈસૂર વોરિયર્સ ટીમ તરફથી રમ્યો હતો. મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા સમિતે અત્યાર સુધી સાત ઇનિંગ્સમાં 114ના સ્ટ્રાઇક રેટથી 82 રન બનાવ્યા છે.
ભારતની અંડર-19 ટીમ 21, 23 અને 26 સપ્ટેમ્બરે પુડુચેરીમાં ઑસ્ટ્રેલિયા અંડર-19 સામે ત્રણ વન ડે મેચ રમશે. જ્યારે 30 સપ્ટેમ્બર અને 7 ઑક્ટોબરે ચેન્નાઈમાં બે ચાર દિવસીય મેચ રમશે.
ઑસ્ટ્રેલિયા સામે સ્થાનિય મલ્ટિ-ફોર્મેટ શ્રેણી માટે ભારતીય ટીમ
વન ડે ટીમઃ રુદ્ર પટેલ (VC) (GCA), સાહિલ પરખ, કાર્તિકેય કેપી, મોહમ્મદ અમાન (C) (UPCA), કિરણ ચોરમલે, અભિજ્ઞાન કુંડુ (WK), હરવંશ સિંહ પંગાલિયા (WK), સમિત દ્રવિડ (KSCA), યુધજીત ગુહા, સમર્થ એન, નિખિલ કુમાર, ચેતન શર્મા, હાર્દિક રાજ, રોહિત રાજ અવત, મોહમ્મદ એનાન.
ચાર દિવસીય શ્રેણી માટેની ટીમઃ વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા (VC), સોહમ પટવર્ધન (C), કાર્તિકેય KP, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ (WK), હરવંશ સિંહ પંગાલિયા (WK), ચેતન શર્મા, સમર્થ એન, આદિત્ય રાવત, નિખિલ કુમાર, અનમોલજીત સિંહ , આદિત્ય સિંહ, મોહમ્મદ એનાન.








