IND vs PAK / કોહલીથી લઈને બાબર સુધી ભારત-પાકિસ્તાન મેચમાં આ 5 ખેલાડીઓ પર રહેશે દરેકની નજર
T20 વર્લ્ડ કપ 2024માં, તમામ ક્રિકેટ ફેન્સ 9 જૂન એટલે કે આજના દિવસની રાહ જોઈ રહ્યા હતા, આજે સાંજે ભારત અને પાકિસ

T20 વર્લ્ડ કપ 2024માં, તમામ ક્રિકેટ ફેન્સ 9 જૂન એટલે કે આજના દિવસની રાહ જોઈ રહ્યા હતા, આજે સાંજે ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે અને હાઈ-વોલ્ટેજ મેચ જોવા મળશે. તમને જણાવી દઈએ કે બંને ટીમો વચ્ચે T20 વર્લ્ડ કપની પ્રથમ મેચ 2007માં રમાઈ હતી. તે મેચ ટાઈ થઈ હતી તેથી બંને ટીમો વચ્ચે એક બોલ આઉટ હતો. ભારતે બોલ આઉટ જીતીને 2 પોઈન્ટ મેળવ્યા હતા.
આ પછી, 2007 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત-પાકિસ્તાનની ટીમો ફરી ટકરાઈ હતી, ભારતે આ મેચ જીતીને ટ્રોફી જીતી લીધી. તે જ સમયે, વર્ષ 2022માં રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને છેલ્લા બોલ પર હરાવ્યું હતું.
આ મેચમાં વિરાટ કોહલીએ અણનમ 82 રન ફટકારીને ભારતને જીત અપાવી હસતી. આ વખતે પણ કિંગ કોહલી પાસેથી એવી આશા રાખવામાં આવી રહી છે કે તે પાકિસ્તાન સામે મોટી ઈનિંગ રમતો જોવા મળશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ભારત-પાકિસ્તાનમેચમાં દરેકની નજર કયા 5 સ્ટાર્સ પર રહેશે.
વિરાટ કોહલી
નંબર વન પર વિરાટ કોહલીનું નામ છે, જેણે IPL 2024માં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. IPL 2024ની ઓરેન્જ કેપ કોહલી મળી હતી. કોહલી અત્યારે શાનદાર ફોર્મમાં છે, પરંતુ આયર્લેન્ડ સામે તેનું બેટ શાંત રહ્યું હતું. હવે પાકિસ્તાન સામેની મેચમાં કોહલી પાસેથી શાનદાર ઈનિંગની અપેક્ષા રાખવામાં આવશે. ગત T20 વર્લ્ડ કપમાં કોહલીએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે હારેલી મેચમાં જીત અપાવી દીધી હતી.
બાબર આઝમ
બીજા સ્થાને પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમનું નામ છે, જેના પર મેચ દરમિયાન બધાની નજર રહેશે. બાબર આઝમે અમેરિકા સામે પાકિસ્તાનની ઓપનિંગ મેચમાં 44 રનની ઈનિંગ રમી હતી. તે જ સમયે, 2021 વર્લ્ડ કપમાં, બાબરે ભારત સામે મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. આવી સ્થિતિમાં, આ વખતે પણ પાકિસ્તાનની ટીમ તેની પાસેથી મોટી ઈનિંગની આશા રાખશે.
રોહિત શર્મા
ત્રીજા નંબર પર રોહિત શર્માનું નામ છે, જેમણે IPL 2024માં અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ CSK અને રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર પ્રદર્શન રહ્યું હતું. T20 વર્લ્ડ કપમાં ભારતની શરૂઆતની મેચમાં રોહિત શર્માનું બેટ ચાલ્યું હતું. તેણે 37 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 52 રનની ઈનિંગ રમી હતી. હવે રોહિત પાકિસ્તાન સામે પણ પોતાનું ફોર્મ ચાલુ રાખે તેવી અપેક્ષા છે.
શાહીન આફ્રિદી
ચોથા નંબર પર પાકિસ્તાનના ખતરનાક ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનું નામ છે, જે ઘણી વખત નવા બોલથી ભારતને મુશ્કેલીમાં મુકતો જોવા મળ્યો છે. રોહિત શર્મા પણ શાહીન આફ્રિદીની સામે રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળે છે. આવી સ્થિતિમાં ભારત-પાકિસ્તાન મેચમાં તમામની નજર શાહીન આફ્રિદી પર ટકેલી છે.
મોહમ્મદ આમિર
પાંચમા નંબર પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની નિવૃત્તિમાંથી પરત ફરેલા મોહમ્મદ આમિરનું નામ છે, જેનાથી ભારતીય ટીમે સાવધાન રહેવાની જરૂર છે. આમિર પોતાની સ્વિંગ બોલિંગથી બધાને મુશ્કેલીમાં મૂકી શકે છે. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ટીમની જીતમાં મોહમ્મદ આમિરની મોટી ભૂમિકા હતી. આવી સ્થિતિમાં નિવૃત્તિમાંથી પરત ફર્યા બાદ તમામની નજર તેના પ્રદર્શન પર રહેશે.








