મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ડ્રેસિંગ રૂમમાં ઊંઘી ગયો પાકિસ્તાની ક્રિકેટર, મેદાન પર પહોંચતા અમ્પાયરે આપ્યો આઉટ

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટ્સમેન સઈદ શકીલ સાથે એક વિચિત્ર ઘટના

ડ્રેસિંગ રૂમમાં ઊંઘી ગયો પાકિસ્તાની ક્રિકેટર, મેદાન પર પહોંચતા અમ્પાયરે આપ્યો આઉટ

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટ્સમેન સઈદ શકીલ સાથે એક વિચિત્ર ઘટના બની. મેચ દરમિયાન સઈદ શકીલ ડ્રેસિંગ રૂમમાં ઊંઘી ગયો હતો. જેને પગલે બેટિંગ કરવા ક્રીઝ પર સમય કરતાં મોડો પહોંચતા અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો. જો બેટ્સમેન નિર્ધારિત સમયની અંદર ક્રીઝ પર ન પહોંચે તો તેને ટાઈમ આઉટ આપી શકાય છે. સઈદ શકીલ સાથે આવું જ બન્યું. જેને પગલે 3 બોલમાં 4 વિકેટ પડી ગઈ. બોલરે હેટ્રિક પણ મેળવી. પાકિસ્તાની ક્રિકેટમાં પહેલીવાર કોઈ ખેલાડીને ટાઈમ આઉટ આપ્યો છે.

સમયસર ક્રિઝ પર બેટિંગ કરવા ન પહોંચ્યો

હકીકતમાં પાકિસ્તાન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયાના થોડા દિવસો પછી સઈદ શકીલે રાવલપિંડીમાં ઘરેલુ પ્રેસિડેન્ટ ટ્રોફીની ફાઇનલમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન તે અસામાન્ય રીતે આઉટ થવા બદલ રેકોર્ડ બુકમાં નોંધાઈ ગયો. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન માટે પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા શકીલને સમયસર ક્રિઝ પર બેટિંગ કરવા ન પહોંચવા બદલ ટાઇમઆઉટ જાહેર કરવામાં આવ્યો.

પહેલો પાકિસ્તાની બેટ્સમેન 

પાકિસ્તાન ટેલિવિઝન ટીમના ફાસ્ટ બોલર મુહમ્મદ શહઝાદે સળંગ બે બોલ પર  સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના કેપ્ટન ઉમર અમીન અને ફવાદ આલમને આઉટ કર્યા. આ પછી શકીલ ક્રીઝ પર આવ્યો, પરંતુ મેદાન પર  આવવા માટે તેણે ત્રણ મિનિટથી વધુ સમય લીધો. એટલે વિપક્ષી ટીમના કેપ્ટને ટાઇમ આઉટ માટે અપીલ કરી અને મેદાન પરના અમ્પાયરે અપીલ સ્વીકારીને સઉદ શકીલને ટાઇમ આઉટ જાહેર કર્યો. આવી રીતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત આઉટ થનાર પહેલો પાકિસ્તાની બેટ્સમેન છે. 

3 બોલમાં ચાર વિકેટ લેવામાં આવી

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે ડ્રેસિંગ રૂમમાં સૂઈ ગયો હતો. આવી સ્થિતિમાં, તે ક્રીઝ પર મોડો પહોંચ્યો. તે જ સમયે, વિરોધી ટીમના બોલરે પહેલા બે બેટ્સમેનોને આઉટ કર્યા. શકીલ ત્રીજા બોલ પહેલા જ ટાઇમઆઉટ થઈ ગયો અને બીજા બોલ પર ફરીથી વિકેટ મેળવી. આ રીતે, 3 બોલમાં ચાર વિકેટ લેવામાં આવી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઇમ આઉટ થનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન એન્જેલો મેથ્યુસ છે, જેને 2023ના વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ટાઇમ આઉટ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની બેટ્સમેન સઈદ શકીલ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ટાઇમ આઉટ થનારા સાતમો બેટ્સમેન બન્યો છે. 

આ સમાચાર શેર કરો