World Cup 2011 / આજના દિવસે જ ટીમ ઈન્ડિયાએ જીત્યો હતો બીજો ODI વર્લ્ડ કપ, 28 વર્ષ પછી કર્યું હતું ઈતિહાસનું પુનરાવર્તન
ટીમ ઈન્ડિયાએ આજના દિવસે (02 એપ્રિલ) 2011ની ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત ODI વર્લ્ડ કપ જી

ટીમ ઈન્ડિયાએ આજના દિવસે (02 એપ્રિલ) 2011ની ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત ODI વર્લ્ડ કપ જીત્યો હતો. એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતે ODI વર્લ્ડ કપ 2011ના ટાઈટલ પર પોતાનું નામ લખાવ્યું હતું. ટીમને ફાઈનલ મેચ જીતાડવામાં ગૌતમ ગંભીરની 97 રનની ઈનિંગ અને કેપ્ટન ધોનીની 91 રનની અણનમ ઈનીંગનું મહત્ત્વનું યોગદાન હતું.
28 વર્ષ પછી જીત્યો બીજો વર્લ્ડ કપ
મુંબઈના વાનખેડે મેદાન પર ધોનીની વિનિંગ સિક્સ આજે પણ ક્રિકેટ પ્રેમીઓના દિલોદિમાગમાં જીવંત છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાનો 28 વર્ષનો દુષ્કાળ ખતમ થઈ ગયો. આ પહેલા ભારતે કપિલ દેવની કપ્તાનીમાં 1983માં પ્રથમ વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. પછી 2011માં, ધોનીના દિગ્ગજ ખેલાડીઓએ 28 વર્ષ પછી ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને બીજી વનડે વર્લ્ડ કપ ટ્રોફી ભારતના ખોળામાં મૂકી.
તમને જણાવી દઈએ કે ફાઈનલ મેચમાં કેપ્ટન ધોનીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો, જ્યારે યુવરાજ સિંહ ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ બન્યો હતો. આ વર્લ્ડ કપ ટાઈટલ દરેક માટે યાદગાર છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા એકપણ વર્લ્ડ કપ જીતી શકી નથી.
https://twitter.com/CricCrazyJohns/status/1774866643036033468વાનખેડે ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી અને 50 ઓવરમાં 6 વિકેટે 274 રન બનાવ્યા હતા. ટીમ માટે મહેલા જયવર્દનેએ 88 બોલમાં 13 ચોગ્ગાની મદદથી 103 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ સિવાય કુમાર સંગાકારાએ 67 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા.
ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે 48.2 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. ટીમ માટે ગૌતમ ગંભીરે 122 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 97 રનની મોટી ઈનિંગ રમી હતી. આ સિવાય ધોનીએ છેલ્લે સુધી અણનમ રહી 79 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા. ધોનીની સાથે, યુવરાજ સિંહ પણ 24 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો.








