મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Champions Trophy 2025 / ફાઈનલમાં ટોસ જીત્યું ન્યુઝીલેન્ડ, પહેલા બોલિંગ કરશે ભારત, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ આજે એટલે કે 9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખા

Champions Trophy 2025 / ફાઈનલમાં ટોસ જીત્યું ન્યુઝીલેન્ડ, પહેલા બોલિંગ કરશે ભારત, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ આજે એટલે કે 9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ટૂર્નામેન્ટમાં બંને ટીમનું પ્રદર્શન

ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને ચારેયમાં જીત મેળવી છે. જો આપણે ન્યુઝીલેન્ડની વાત કરીએ તો, તેણે પણ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાંથી તેને 3 જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. એ હાર ભારત સામેની મેચમાં જ મળી હતી. ભારતે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જ્યારે ન્યુઝીલેન્ડે બીજી સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે બંને ટીમો આજની મેચ જીતીને ટાઈટલ જીતવા માંગશે. 

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડ: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાઈલ જેમીસન, વિલિયમ ઓ'રુર્કે.

આ સમાચાર શેર કરો