મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનું એલાન, આ ખેલાડીને મળી ટીમની કમાન

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પૂર્ણ થયા બાદ ટી-20 વર્લ્ડકપ શરૂ થવાનો છે. ત્યારે આજે ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડ

ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનું એલાન, આ ખેલાડીને મળી ટીમની કમાન

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પૂર્ણ થયા બાદ ટી-20 વર્લ્ડકપ શરૂ થવાનો છે. ત્યારે આજે ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડ ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. જેમાં ટીમની કમાન કેન વિલિયમસનને સોંપવામાં આવી છે. 

ટીમના દૃષ્ટિકોણથી સારી વાત એ છે કે ડેવોન કોનવે ફિટ થઈ ગયો છે અને ટી20 વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈજાના કારણે તે IPL 2024માંથી બહાર થઈ ગયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો, પરંતુ આ વર્ષે ટીમે રચિન રવિન્દ્રને ઓપનર તરીકે મેદાનમાં ઉતાર્યો હતો. જોકે, છેલ્લી કેટલીક મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી રહ્યું નથી. આ દરમિયાન કેન વિલિયમસન ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો છે, પરંતુ તેને પણ આ સિઝનમાં થોડી જ તકો મળી છે.

ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરેલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટીમ સાઉથી.

ન્યૂઝીલેન્ડની ટીમ નવી જર્સીમાં જોવા મળશે

બીજી તરફ ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ નવી જર્સીમાં જોવા મળશે. અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ બ્લેક કલરની જર્સીમાં રમતી હતી. 

ટી-20 વર્લ્ડકપની પ્રથમ મેચ કેનેડા અને અમેરિકા વચ્ચે

આ વખતે ટી-20 વર્લ્ડકપ 2થી 29 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે ડલાસમાં રમાશે. ફાઇનલ મેચ 29 જૂને વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોસ શહેરમાં રમાશે. સુપર-8 અને નોકઆઉટ મેચ વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે.

આ સમાચાર શેર કરો