MI vs RCB / આજે વાનખેડેમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો ટકરાશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPL 2024

IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો ટકરાશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPL 2024ની 25મી મેચ રમશે. જે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. પરંતુ આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? વાસ્તવમાં, બંને ટીમોને જીતની સખત જરૂર છે. મુંબઈ ઈન્ડિયન્સ 4 મેચમાં 2 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 5 મેચમાં 2 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. આથી બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
શું મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ફેરફાર થશે?
છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. તેથી આ ટીમના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા ઓછી છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનીંગ કરશે. આ સિવાય સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને ટિમ ડેવિડ જેવા બેટ્સમેન હશે. જ્યારે હાર્દિક પંડ્યા સિવાય રોમારિયો શેફર્ડ અને મોહમ્મદ નબી ઓલરાઉન્ડર તરીકે રમશે. તેમજ બોલિંગની જવાબદારી ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા અને જસપ્રિત બુમરાહ સંભાળશે.
MIની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, હાર્દિક પંડ્યા, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા અને જસપ્રિત બુમરાહ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ કેવી હશે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી હશે. રજત પાટીદાર, કેમરન ગ્રીન, ગ્લેન મેક્સવેલ અને અનુજ રાવત જેવા બેટ્સમેન પણ ટીમમાં હશે. આ સિવાય મયંક ડાગર, રીસ ટોપલી અને મોહમ્મદ સિરાજ મુખ્ય બોલરની ભૂમિકામાં જોવા મળશે.
RCBની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, રજત પાટીદાર, કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, મયંક ડાગર, રીસ ટોપલી અને મોહમ્મદ સિરાજ.








