Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Many records were made in India England Test series

IND vs ENG : ભારતે 93 વર્ષે રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝમાં રેકોર્ડની વણઝાર

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG : ભારતે 93 વર્ષે રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝમાં રેકોર્ડની વણઝાર
સોર્સ : google

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લૅન્ડને છ વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે બંને ટીમોએ કુલ પાંચ ટેસ્ટ મેચ સીરિઝમાંથી બે-બે મેચ જીતીને શ્રેણી સરભર કરી લીધી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન અને બીજી ઇનિંગમાં 396 રન નોંધાવ્યા હતા, જ્યારે ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં 247 રન અને બીજી ઇનિંગમાં 367 રન નોંધાવ્યા હતા. મેચમાં રૅકોર્ડની વાત કરીએ તો આકાશ દીપ, શુભમન ગીલ, જો રૂટ સહિત અનેક ખેલાડીઓએ રૅકોર્ડ નોંધાવ્યા છે. તો પાંચમી ટેસ્ટ મેચના તમામ રૅકોર્ડ પર કરીએ એક નજર...

App Store

ભારતે 93 વર્ષ બાદ રચ્યો ઇતિહાસ

ભારતે ઓવલ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે વિદેશી પ્રવાસ પર 5 ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન પહેલીવાર પાંચમી ટેસ્ટ મેચ જીતીને કમાલ કર્યો છે. ભારતના ટેસ્ટ ક્રિકેટના 93 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર આવી સિદ્ધિ હાંસલ થઈ છે.

ભારતનો ટેસ્ટ શ્રેણીમાં 12મી સદીનો રૅકોર્ડ 

ભારતીય ઓપનર જયસ્વાલે ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી અને આ સાથે ભારતે આગવો ઇતિહાસ રચી દીધો હતો. ભારતે તેના ટેસ્ટ ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક ટેસ્ટ શ્રેણીમાં 12 સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. અગાઉ એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વઘુ 11 સદીનો ભારતીય રૅકોર્ડ હતો. જે ટીમ ઇન્ડિયાએ 1978-79માં વેસ્ટ ઇન્ડિઝ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટમાં નોંધાવ્યો હતો.  

એક ટેસ્ટ શ્રેણીમાં સર્વાધિક સદીઓ

ભારતે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ 12 સદીઓ નોંધાવી છે. આ પહેલા 1955માં પાંચ ટેસ્ટ મેચ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાએ, 1982-83માં છ ટેસ્ટ મેચ શ્રેણીમાં ભારત સામે પાકિસ્તાને, 2003-2004માં ચાર ટેસ્ટ મેચ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સાઉથ આફ્રિકાએ જ્યારે 2025માં પાંચ ટેસ્ટ મેચ શ્રેણીની સીરિઝમાં ઇંગ્લૅન્ડ સામે કુલ 12 સદી નોંધાવી છે.

આકાશ દીપ 14 વર્ષ બાદ અડધી સદી ફટકારનારો ભારતીય નાઇટવોચમેન

ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપે ઇંગ્લૅન્ડ સામેની પાંચમી ઓવલ ટેસ્ટની બીજી ઇનિંગમાં નાઇટવોચમેન તરીકે રમતાં અડધી સદી ફટકારી હતી. આ સાથે 14 વર્ષ બાદ ટેસ્ટમાં ભારતીય નાઇટવોચમેનની સદી નોંધાઈ હતી. છેલ્લે આવી સિદ્ધિ વર્ષ 2011માં અમિત મિશ્રાએ ઇંગ્લૅન્ડ સામે જ 84 રન ફટકારીને નોંધાવી હતી. આકાશ દીપ એક ટેસ્ટ શ્રેણીમાં 10 વિકેટ ઝડપવાની સાથે અડધી સદી નોંધાવનારો ત્રીજો ભારતીય ઓલરાઉન્ડર બની ગયો છે. 

લોકેશ રાહુલ શ્રેણીમાં 1066 બોલ રમ્યો

લોકેશ રાહુલ ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં 1066 બોલ રમ્યો છે. એક જ શ્રેણીમાં સૌથી વઘુ બોલ રમ્યો હોય તેવા ઓપનરમાં તે સુનીલ ગાવસ્કરની હરોળમાં આવી ગયો છે. ગાવસ્કર પાંચ શ્રેણીમાં 1 હજારથી વઘુ બોલ રમ્યા છે જ્યારે 2014માં મુરલી વિજયે ઇંગ્લૅન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી.

રૂટના ભારત સામે બે હજાર રન 

જો રૂટે આજે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં બે હજાર રન પૂરા કર્યા છે. એક જ ટીમ સામે બે હજાર રન પૂરા કરનારો તે માત્ર બીજો બેટ્‌સમેન છે. અગાઉ સર ડોનાલ્ડ બ્રેડમેને ઇંગ્લૅન્ડ સામે 2354 રન નોંધાવ્યા હતા. 

ભારત સામે ટેસ્ટમાં સૌથી ઝડપી ઓપનિંગ ભાગીદારી

7.18 રનરેટ - આફ્રિદી-હમીદ - 2005
7.16 રનરેટ - ક્રોલે-ડકેટ - 2025
6.77 રનરેટ - દિલશાન-પર્ણાવિતાના - 2010
6.75 રનરેટ - ક્રોલે-ડકેટ - 2024