મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / પહેલી T20Iમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન? શું વૈભવ સૂર્યવંશીને મળશે તક?

IND vs NZ / પહેલી T20Iમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન? શું વૈભવ સૂર્યવંશીને મળશે તક?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આજે (22 ઓકટોબર) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20I ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. બંને ટીમો આ રોમાંચક મુકાબલા માટે તૈયારી કરી રહી છે. તાજેતરમાં, ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે વેસ્ટ ઇઓન્ડિઝ સામે પાંચ મેચની T20I સિરીઝ રમી હતી. ત્યાં બોલર્સ ખરાબ સ્થિતિમાં હતા. ભારતે બે સ્પિન ઓલરાઉન્ડરને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ન્યુઝીલેન્ડમાં આવું ન પણ હોય. ત્યાંની પિચ ફાસ્ટ બોલર્સને વધુ મદદરૂપ થાય છે. તેથી, પરિસ્થિતિઓના આધારે, ભારત એક વધારાનો ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર મેદાનમાં ઉતારી શકે છે. ચાલો ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.

બેટિંગ ઓર્ડરમાં કોઈ ફેરફાર નહીં થાય

ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય. કેપ્ટન શ્રેયસ અય્યરે મેચ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહીં કરવામાં આવે. તેણે કહ્યું કે સંજુ સેમસન અને અભિષેક શર્મા સતત સ્કોર કરી રહ્યા છે. તેથી, આ બે ખેલાડીઓ પ્રથમ T20Iમાં ઈનિંગની શરૂઆત કરશે. ઈશાન કિશન ત્રીજા નંબર પર બેટિંગ કરશે. અય્યર ચોથા નંબર પર બેટિંગ કરશે. તિલક વર્મા પાંચમા સ્થાનની જવાબદારી સંભાળશે. તિલક તાજેતરમાં સારા ફોર્મમાં છે.

નમિન ધીર, શિવમ દુબે અને નીતિશ કુમાર રેડ્ડી ઓલરાઉન્ડર તરીકે રમી શકે છે. અક્ષર પટેલને બહાર બેસવું પડી શકે છે. ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, નીતિશ કુમાર રેડ્ડીનું પ્લેઈંગ ઈલેવનમાં હોવું લગભગ નિશ્ચિત છે. દરમિયાન, ભુવનેશ્વર કુમાર ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે, જે ચાર વર્ષ પછી વાપસી કરી રહ્યો છે. અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ તેને ટેકો આપવા માટે પ્લેઈંગ ઈલેવનમાં હશે.

પ્રથમ T20I માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, શિવમ દુબે, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમાર.

મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ અલગ સમયે શરૂ થશે. સામાન્ય રીતે ભારતમાં મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થાય છે. આ વખતે એવું નહીં થાય કારણ કે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડના પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય મુજબ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. બપોરે 12:00 વાગ્યે બંને કેપ્ટન ટોસ માટે મેદાનમાં ઉતરશે. સિરીઝની બધી મેચોનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. ફેન્સ સોની લિવ એપ અને વેબસાઈટ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ માણી શકશે.

આ સમાચાર શેર કરો