Video: રાઈઝિંગ એશિયા કપની ટીમમાં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તિલક વર્મા કેપ્ટન

રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ માટે ભારત A ટીમની 15 સભ્યોની મજબૂત ટીમની પસંદગી કરી છે. 50 ઓવરના ફોર્મેટમાં રમાનારી આ સ્પર્ધા માટે તિલક વર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે, જ્યારે રજત પાટીદારને વાઇસ-કેપ્ટનની જવાબદારી મળી છે. આ ઉપરાંત ઉભરતા યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટ 19થી 29 નવેમ્બર દરમિયાન કતારની રાજધાની દોહા ખાતે યોજાશે. વિકેટકીપર તરીકે પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્રને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 20 નવેમ્બરે નેપાળ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન સામે હાઈવોલ્ટેજ ટક્કર જામશે.
જાહેરાત




