મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મનુ ભાકરના બંને ઓલિમ્પિક મેડલ પાછા લેવામાં આવશે, આવું છે કારણ

ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે પોતાના સચોટ શૂટિંગથી સમગ્ર દેશના દિલ જીતી લીધા હતા. ભારતની આ સ્ટા

મનુ ભાકરના બંને ઓલિમ્પિક મેડલ પાછા લેવામાં આવશે, આવું છે કારણ

ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે પોતાના સચોટ શૂટિંગથી સમગ્ર દેશના દિલ જીતી લીધા હતા. ભારતની આ સ્ટાર શૂટરે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. પરંતુ હવે આ દિગ્ગજ શૂટરના બંને મેડલ પાછા લેવામાં આવશે અને મનુ ભાકર માટે આ ખૂબ જ ખુશીની વાત છે. આ સ્ટાર ભારતીય શૂટરના બંને બ્રોન્ઝ મેડલની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને હવે આ મેડલ બનાવનાર ફ્રેન્ચ કંપની મોનેઈ ડી પેરિસ મનુને નવા બ્રાન્ડેડ મેડલ આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીત્યાના થોડા દિવસો પછી જ મનુ ભાકરના મેડલનો રંગ ઉતરી ગયો અને તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

ઘણા એથ્લેટ્સે ફરિયાદ કરી હતી

ફક્ત મનુ ભાકર જ નહીં, વિશ્વભરના ઘણા એથ્લેટ્સે પેરિસ ઓલિમ્પિકમાં જીતેલા મેડલ અંગે ફરિયાદ કરી હતી. એથ્લેટ્સે પેરિસ ઓલિમ્પિકના મેડલની નબળી ગુણવત્તાવાળી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ફરિયાદો પછી, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કહ્યું છે કે ક્ષતિગ્રસ્ત ઓલિમ્પિક મેડલ મોનેઈ ડી પેરિસ દ્વારા ફરીથી રિપેર કરવામાં આવશે અને તે એથ્લેટ્સને એકદમ નવી સ્થિતિમાં પરત કરવામાં આવશે.

આ પણ વાંચો: ખરાબ ફોર્મને કારણે 10 વર્ષ પછી રણજી રમવા ઉતરશે આ સ્ટાર ખેલાડી? પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો

પેરિસ ઓલિમ્પિક આયોજન સમિતિએ મેડલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોનેઈ ડી પેરિસને આપ્યો હતો. તે એક સરકારી કંપની છે જે ફ્રાન્સ માટે સિક્કા અને અન્ય ચલણનું પણ ઉત્પાદન કરે છે. રિપોર્ટ અનુસાર, કંપની આવતા અઠવાડિયામાં ખેલાડીઓના તમામ ક્ષતિગ્રસ્ત મેડલ બદલી આપશે. ફ્રેન્ચ કંપની મોનાકો ડી પેરિસે દરેક મેડલમાં એફિલ ટાવરના લોખંડના ટુકડાઓનો ઉપયોગ કર્યો હતો. આ કંપનીએ ઓલિમ્પિક ગેમ્સ માટે 5,084 ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ બનાવ્યા હતા.

મનુ ભાકરના રેકોર્ડ્સ

મનુ ભાકર પ્રથમ ભારતીય એથ્લેટ છે જેણે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, આ સાથે તે કોઈપણ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની. આગળ, મનુએ મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો, જેમાં તેણે સરબજોત સિંહ સાથે ભાગ લીધો હતો. દેશની આઝાદી પછી એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બની હતી.

આ સમાચાર શેર કરો