'વિનેશને સમજાવીશ કે સંન્યાસ ના લે', કુસ્તી શીખવાડનારા કાકા મહાવીર ફોગાટની પ્રતિક્રિયા
પેરિસ ઓલમ્પિકમાં અયોગ્ય ઠેરવવામાં આવતા ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટે સંન્યાસની જાહેરાત કરી છે

પેરિસ ઓલમ્પિકમાં અયોગ્ય ઠેરવવામાં આવતા ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટે સંન્યાસની જાહેરાત કરી છે. વિનેશ ફોગાટના નિર્ણયથી લોકો હેરાન છે. વિનેશના આ નિર્ણય પર તેના કાકા મહાવીર ફોગાટે પણ પ્રતિક્રિયા આપી છે અને સંન્યાસનો નિર્ણય પરત લેવાની વાત કહી છે.
વિનેશ ફોગાટને કુસ્તી શીખવાડનારા કાકા મહાવીર ફોગાટે કહ્યું કે જ્યારે પણ વિનેશ આવશે તો તેને સમજાવીશું કે હજુ ઘણું રમવાનું છે અને તે પોતાનો સંન્યાસનો નિર્ણય બદલી નાખે. અત્યારથી જ 2028 ઓલમ્પિકની તૈયારીમાં જોડાવવા માટે કહીશું. બજરંગ પૂનિયા અને અમે બધા મળીને સમજાવીશું.
મહાવીર ફોગાટે કહ્યું કે 2016માં તે ઇજાને કારણે ઓલમ્પિકમાં મેડલ જીતી શકી નહતી. 2020 અને 2024માં ફેડરેશન અને બ્રૃજભૂષણ વિરૂદ્ધ પ્રદર્શનને કારણે તે દબાણમાં હતી.
કોઇ ષડયંત્ર નથી થયું
વિનેશે સંન્યાસનો નિર્ણય કેમ લીધો? જવાબમાં મહાવીર ફોગાટે કહ્યું કે જે પણ ખેલાડી આ સ્તર સુધી પહોંચે છે તે અને જ્યારે આ રીતની સ્થિતિ બની જાય છે તો તે ગુસ્સામાં આ રીતના નિર્ણય લઇ લે છે. આ તેનો ત્રીજો ઓલમ્પિક હતો અને આટલું નજીક પહોંચીને ખાલી હાથ રહેવું દિલ તોડનારૂ છે.
ઓલમ્પિકમાં વજન વધવા પર થયો હતો વિવાદ?
100 ગ્રામ વજનને કારણે વિનેશ ફોગાટને બુધવારે પેરિસ ઓલમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. બુધવારે વિનેશ ફોગાટનું વજન નક્કી કરવામાં આવેલી કેટેગરી 50 કિલોગ્રામથી માત્ર 100 ગ્રામ વધારે હતું.
વિનેશ ફોગાટનું જ્યારે મંગળવાર સવારે વજન માપવામાં આવ્યું તો તેનું વજન 49.90 કિલોગ્રામ હતું જે 50 કિલોગ્રામ કેટેગરી માટે યોગ્ય હતું. રિપોર્ટ્સ અનુસાર, સેમી ફાઇનલ મેચ રમ્યા બાદ તેને એનર્જી માટે ભોજન કરાવવામાં આવ્યું હતું જેને કારણે તેનું વજન 52.700 કિલોગ્રામ સુધી વધી ગયું હતું.
તે બાદ મેડિકલ ટીમે આખી રાત વિનેશનું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. તેને આખી રાત એક્સસાઇઝ કરાવવામાં આવી હતી, સ્કિપિંગ અને સાઇકલિંગ કરી હતી. સોના બાથ પણ લીધુ હતું. નખ પણ કાપી નાખ્યા હતા. વિનેશનું વજન તો ઓછું થયું પણ તમામ પ્રયાસો છતાં તેનું વજન 50.100 કિલોગ્રામ પર અટકી ગયું હતું.








