મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 : હોમ ગ્રાઉન્ડમાં બેંગલુરુ ટીમના ડાંડિયા ડૂલ, લખનઉનો શાનદાર વિજય

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે

IPL 2024 : હોમ ગ્રાઉન્ડમાં બેંગલુરુ ટીમના ડાંડિયા ડૂલ, લખનઉનો શાનદાર વિજય

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી.  બેંગલુરુએ ટોસ 
જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે લખનઉએ પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટના નુકસાને 181 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હોમ ટીમ 153 રનમાં સમેટાઈ ગઈ 
હતી. જેના પગલે લખનઉનો  28 રનથી વિજય થયો છે. 

લખનઉ સુપરજાયન્ટ્સે આપેલા 182 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતેરલી બેંગલુરૂએ શરૂઆત આક્રમક કરી હતી. પ્રથમ વિકેટ માટે ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ 40 રન 
ભાગીદારી કરી હતી. જે બાદ એક પછી એક વિકેટ પડતા 103 રનમાં 6 ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. 

ડી કોકે 81 રન બનાવ્યા

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા. જેમાં  સૌથી વધુ ક્વિન્ટન ડી કોકે 81 રન બનાવ્યા હતા. જ્યારે નિકોલસ પૂરને 40 રનની ઈનિંગ 
રમી હતી. જ્યારે બોલિંગમાં મયંક યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ ખેરવી હતી. 

લખનઉના બોલરો સામે બેંગલુરૂના ખેલાડી ધરાશાયી થઈ ગયા હતા. વિરાટ કોહલી 22, ફાફ ડુ પ્લેસિસ 19, અને ગ્લેન મેક્સવેલ 0, કેમરોન ગ્રીન અને 4 અને અનુજ રાવત 11 રન 
બનાવીને આઉટ થઈ ગયા હતા.

બંને ટીમની પ્લેઇંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, કેમરૂન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત (વિકેટકીપર), રીસે ટોપ્લી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ અને યશ દયાલ.

લખનઉ સુપરજાયન્ટ્સ : કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક(વિકેટકીપર), દેવદત્ત પડીક્કલ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક અને મયંક યાદવ.

આ સમાચાર શેર કરો