LSG vs RR: લખનૌને હરાવીને રાજસ્થાન જીત્યું મેચ, RR પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર યથાવત
સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ (RR) ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝનમાં તેની 8મી

સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ (RR) ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝનમાં તેની 8મી જીત નોંધાવીને પ્લેઓફની સીમા સુધી પહોંચી ગઈ છે. શનિવારે (27 એપ્રિલ) રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 7 વિકેટે હરાવ્યું હતું.
આ જીત સાથે રાજસ્થાનની ટીમના હવે 16 પોઈન્ટ થઈ ગયા છે, અને તે હજુ પણ ટોપ પર છે. આ પોઈન્ટ પ્લેઓફમાં પ્રવેશવા માટે પૂરતા છે. પરંતુ આગામી જીત રાજસ્થાનની ટીમનો પ્લેઓફમાં પ્રવેશ સુનિશ્ચિત કરશે. રાજસ્થાને અત્યાર સુધી 9માંથી 8 મેચ જીતી છે.
રાજસ્થાન ઇનિંગ્સ સ્કોરકાર્ડ: (199/3, 19 ઓવર)
| RR બેટ્સમેન | રન | LSG બોલરનું નામ | વિકેટનું પતન |
|
જોસ બટલર |
34 | યશ ઠાકુર | 1-60 |
|
જયસ્વાલ |
24 | સ્ટોઇનિસ | 2-60 |
|
રિયાન પરાગ |
14 | અમિત મિશ્રા | 3-78 |
બીજી તરફ કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી લખનૌની ટીમે અત્યાર સુધી 9માંથી 5 મેચ જીતી છે. આ સાથે આ ટીમ હવે ચોથા સ્થાને યથાવત છે. આ વર્તમાન મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં લખનૌની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જવાબમાં રાજસ્થાનની ટીમે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 199 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે કેપ્ટન સંજુ સેમસને 33 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ધ્રુવ જુરેલે 34 બોલમાં 52 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય જોસ બટલરે 34 અને યશસ્વી જયસ્વાલે 24 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી યશ ઠાકુર, માર્કસ સ્ટોઈનિસ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે 31 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. પરંતુ તે 48 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો હતો. તેના સિવાય દીપક હુડ્ડાએ 31 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી.
એક સમયે લખનૌની ટીમે 11 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ અને દીપક વચ્ચે 62 બોલમાં 115 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય અવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ અને અશ્વિનને 1-1 સફળતા મળી છે.
લખનૌની ટીમની ત્રીજી સીઝન છે. રાજસ્થાન અને લખનૌ વચ્ચે કુલ 5 મેચ રમાઈ છે, જેમાં રાજસ્થાન 4 જીત્યું છે અને લખનૌ માત્ર 1 મેચ જીત્યું છે. 2022 સીઝનમાં પ્રવેશ સાથે, લખનૌની રાજસ્થાન સાથે બે વખત ટક્કર થઈ હતી. ત્યારબાદ બંને મેચમાં રાજસ્થાનનો પરાજય થયો હતો. લખનૌની ટીમે 2023ની સિઝનમાં રાજસ્થાન સામે એકમાત્ર મેચ જીતી હતી.
લખનૌ Vs રાજસ્થાન વચ્ચે ટક્કર
કુલ મેચો: 5
રાજસ્થાન જીત્યું: 4
લખનૌ જીત્યું: 1
આ મેચમાં લખનૌ-રાજસ્થાનની પ્લેઈંગ-11
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા અને અવેશ ખાન.
ઇમ્પેક્ટ સબ: કેશવ મહારાજ, શુભમ દુબે, નવદીપ સૈની અને ટોમ કોહલર-કેડમોર.
લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન અને યશ ઠાકુર.
ઇમ્પેક્ટ સબ: દેવદત્ત પડિકલ, અરશિન કુલકર્ણી, કૃષ્ણપ્પા ગૌતમ, યુદ્ધવીર સિંહ, મણિમરણ સિદ્ધાર્થ
લખનૌ ઇનિંગ્સનું સ્કોરકાર્ડ: (196/5, 20 ઓવર)
| LSG બેટ્સમેન | રન | RR બોલર | વિકેટનું પતન |
|
ક્વિન્ટન ડી કોક |
8 | ટ્રેન્ટ બોલ્ટ | 1-8 |
| માર્કસ સ્ટોઇનિસ | 0 | સંદીપ શર્મા | 2-11 |
| દીપક હુડા | 50 | આર અશ્વિન | 3-126 |
| નિકોલસ પૂરન | 11 | સંદીપ શર્મા | 4-150 |
| કેએલ રાહુલ | 76 | આવેશ ખાન | 5-173 |








