મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઓલમ્પિકમાં મેડલ જીતતા જ મનુ ભાકરના ઘરમાં દિવાળી જેવો માહોલ, રાષ્ટ્રપતિ- PM મોદીએ પાઠવી શુભેચ્છા

મનુ ભાકર પેરિસ ઓલમ્પિક 2024માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર એથલીટ બ

ઓલમ્પિકમાં મેડલ જીતતા જ મનુ ભાકરના ઘરમાં દિવાળી જેવો માહોલ, રાષ્ટ્રપતિ- PM મોદીએ પાઠવી શુભેચ્છા

મનુ ભાકર પેરિસ ઓલમ્પિક 2024માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર એથલીટ બની ગઇ છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતનું માન વધાર્યુ છે.22 વર્ષીય મનુ ભાકરનું આ પ્રથમ ઓલમ્પિકનું પ્રથમ મેડલ છે. મનુ ભાકરે મેડલ જીતતા જ તેના ઘરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને PM મોદીએ મનુ ભાકરની આ સિદ્ધિને અદભુત ગણાવતા શુભેચ્છા પાઠવી હતી.

મનુ ભાકરના હરિયાણા સ્થિત ઘરમાં ઉજવણીનો માહોલ

રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા

PM મોદીએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનુ ભાકરને શુભેચ્છા પાઠવતા- આ એક અવિશ્વસનીય સિદ્ધિ ગણાવી હતી.

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પાઠવી શુભેચ્છા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ- "પેરિસ ઓલમ્પિક 2024માં આયોજિત 10 મીટર એર રાઇફલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને મા ભારતીનું માન વધારનાર શૂટર મનુ ભાકરને હાર્દિક શુભેચ્છા, તેમની આ જીત અસંખ્ય યુવાઓ માટે પ્રેરણા છે. વિજયનો આ ક્રમ ચાલુ રહે, ગોલ્ડન ભવિષ્યની અનંત શુભકામનાઓ, જય હિન્દ!"

આ સમાચાર શેર કરો