મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વડોદરાના નવા ક્રિકેટ સ્ટેડિમયમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ખેલાશે જંગ, જાણો કાર્યક્રમ

વડોદરામાં નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમો વચ્ચે વન-ડે ક્રિકેટ મ

વડોદરાના નવા ક્રિકેટ સ્ટેડિમયમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ખેલાશે જંગ, જાણો કાર્યક્રમ

વડોદરામાં નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમો વચ્ચે વન-ડે ક્રિકેટ મેચ રમાશે. આ અંગેની માહિતી બરોડા ક્રિકેટ એસોસિએશના પ્રમુખ પ્રણવ અમીએ આપી છે.

વન-ડે મેચો વડોદરામાં રમાશે

આગામી મહિને એટલે કે ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વન-ડે અને ટી-20 સિરીઝ રમવા ભારત પ્રવાસે આવવાની છે. જેમાં ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચો રમાશે.

પ્રથમ બે મેચ ડે-નાઇટ રમાશે

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વન-ડે મેચો 22, 25 અને 27 ડિસેમ્બર 2024ના રોજ રમાશે. આ પૈકી પ્રથમ બે મેચ ડે-નાઇટ મેચ અને ત્રીજી મેચ ડે મેચ હશે. જ્યારે ટી-20 મેચો 15 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર દરમિયાન રમાશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ બાદ રાજ્યનું આ સૌથી મોટું સ્ટેડિયમ હોવાનો અંદાજ છે. આ સ્ટેડિયમ તૈયાર કરવામાં રૂ. 220 કરોડ જેટલો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. ક્રિકેટ મેચ જોવા માટે 30 હજારથી વધુ દર્શકો બેસી શકે તેવી આરામદાયક બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. કોટંબી સ્ટેડિયમ, તેની અદ્યતન સુવિધાઓ અને આધુનિક આર્કિટેક્ચર માટે જાણીતું છે.

આ સમાચાર શેર કરો