મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ધોનીની જેમ ટિકિટ કલેક્ટર હતો વિરાટને બોલ્ડ કરનાર બોલર, દિલ્હી સાથે છે ખાસ કનેક્શન

ભારતીય ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી લગભગ 12 વર્ષ પછી રણજી ટ્રોફીમાં રમવા ઉતર્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે

ધોનીની જેમ ટિકિટ કલેક્ટર હતો વિરાટને બોલ્ડ કરનાર બોલર, દિલ્હી સાથે છે ખાસ કનેક્શન

ભારતીય ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી લગભગ 12 વર્ષ પછી રણજી ટ્રોફીમાં રમવા ઉતર્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રેલ્વે સામેની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કરતા તે માત્ર 6 રનમાં આઉટ થઈ ગયો હતો. કોહલી આઉટ થયાની સાથે જ સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. રેલ્વે ટીમના જે બોલરે કોહલીને આઉટ કર્યો હતો તેનું દિલ્હી સાથે ખાસ કનેક્શન છે.   

હિમાંશુ સાંગવાને કોહલીને ક્લીન બોલ્ડ કર્યો

દિલ્હીની પહેલી ઈનિંગમાં રેલ્વેના બોલર હિમાંશુ સાંગવાને કોહલીને બોલ્ડ કરી દીધો હતો. કોહલી યશ ધૂલ (32) ના આઉટ થયા પછી મેદાન પર રમવા આવ્યો હતો. યશ જ્યારે આઉટ થયો ત્યારે દિલ્હી ટીમનો સ્કોર 78/2 હતો. ભારતનો સ્ટાર બેટર જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોએ કોહલી-કોહલીના નારા લગાવ્યા હતા.    

કોહલીનો કંગાળ દેખાવ સતત ચાલુ

પોતાની ઈનિંગ દરમિયાન કોહલીએ એક શાનદાર સ્ટ્રેટ ડ્રાઈવ સાથે ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ આ શોટને મારવામાં તે અસહજ દેખાઈ રહ્યો હતો. જોકે કોહલી પોતાની ઈનિંગ લાંબી ન ખેંચી શક્યો. તેણે 15 બોલનો સામનો કરીને માત્ર 6 રન બનાવ્યા હતા. કોહલીની વિકેટ 29 વર્ષીય બોલર હિમાંશુ સાંગવાને ઝડપી હતી. કોહલીની વિકેટ લીધા પછી સાંગવાનનો ઉત્સાહ જોવા જેવો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. કોહલી આઉટ થયા બાદ ચાહકો સ્ટેડિયમ છોડીને ચાલવા માંડ્યા હતા. આ મેચમાં દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રેલ્વેની ટીમે પહેલા દિવસે 241ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

કોણ છે હિમાંશુ સાંગવાન?

જો કોહલીની વિકેટ ઝડપનાર બોલર હિમાંશુ સાંગવાનની વાત કરીએ તો તે લેફ્ટ આર્મ મીડીયમ પેસર છે. તેનો જન્મ દિલ્હીના નજફગઢ ખાતે 2 સપ્ટેમ્બર 1985ના રોજ થયો હતો. ભારતનો વિસ્ફોટક બેટર વીરેન્દ્ર સહેવાગ પણ અહીંનો રહેવાસી છે. સાંગવાન રેલ્વે ટીમ પહેલા દિલ્હીની અંડર-19નો ભાગ રહી ચૂક્યો છે. તે અત્યાર સુધીમાં 23 ફર્સ્ટ ક્લાસ મેચમાં 77 વિકેટ ઝડપી ચૂક્યો છે. જયારે તેણે 17 લીસ્ટ-A મેચોમાં 21 વિકટ ઝડપી હતી અને 10 રન બનાવ્યા હતા. હિમાંશુએ 7 T20 મેચો પણ રમી છે. જેમાં તેણે 5 વિકેટ ઝડપી હતી અને 10 રન બનાવ્યા હતા.

રેલ્વેની નોકરી કરી ચૂક્યો છે હિમાંશુ

રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં મોટો થયેલા હિમાંશુ સાંગવાને પોતાના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને લીધે ઘર પણ છોડી દીધું હતું. ત્યારે તેના પરિવારે તેનું સમર્થન કર્યું હતું. તેના પિતા સુરેન્દ્ર સિંહ બેંક મેનેજર છે. જ્યારે માતા ભગવાન રતી શિક્ષિકા છે. લગભગ બે વર્ષ પછી સાંગવાનને તેના એક મિત્રએ રેલ્વેની નોકરી અંગે જાણકારી આપી હતી. તેણે આ નોકરી મેળવવા માટે અરજી કરી હતી. ત્યારબાદ તેણે રેલ્વેની પરિક્ષા પાસ કરીને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તેણે ટિકિટ કલેક્ટરની નોકરી કરી હતી. આ નોકરીને લીધે તે પોતાના ક્રિકેટ કરિયરને ફરીથી પાટા પર લઈ આવ્યો હતો.

સગા સંબંધીઓને પણ નહતો મળતો

રેલ્વેની નોકરીએ સંગવાનને પોતાનો આત્મવિશ્વાસ ફરી મેળવવામાં ઘણી મદદ કરી હતી. તે નજફગઢના એક નાના ફ્લેટમાં ભાડે રહેતો હતો. તે સમયે તે પોતાના સગા સંબંધીઓને પણ  હતો મળતો. કારણ કે, તેઓ હંમેશા હિમાંશુને નોકરી અને કરિયર અંગે સતત સવાલો પૂછતાં રહેતા હતા. પરંતુ રેલ્વેની નોકરી મળ્યા બાદ બધું બદલાઈ ગયું હતું. પછી તેણે ઉત્તરપ્રદેશ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું.

આ સમાચાર શેર કરો