'શર્માજીના દીકરાને જ સપોર્ટ કરીશું', રાહુલે IPL 2024ને અલવિદા કહેતા જીત્યા કરોડો ફેન્સના દિલ
લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત સાથે IPL 2024 અભિયાનનો અંત કર્યો. IPL 20

લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત સાથે IPL 2024 અભિયાનનો અંત કર્યો. IPL 2024ને અલવિદા કહેતા લખનઉના કેપ્ટન કેએલ રાહુલે એક એવું નિવેદન આપ્યું જેનાથી તેણે કરોડો ચાહકોના દિલ જીતી લીધા.
લખનઉની શાનદાર જીત બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં રાહુલ કહેતો નજર આવ્યો કે હવે તે અને તેના સસરા એક જ ટીમમાં છે અને આગામી વર્લ્ડ કપમાં તે બંને મળીને શર્માજીના દીકરાને સપોર્ટ કરશે. રાહુલે આ નિવેદન એક લોકપ્રિય જાહેરાતના રમૂજી સંદર્ભમાં આપ્યું. જેમાં તે પોતે, તેના સસરા સુનીલ શેટ્ટી અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે.
લખનઉની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર
રાહુલે મેચ બાદ કહ્યું, 'હવે હું મારા સસરાની ટીમમાં છુ. અમે બંને શર્માજીના દીકરાને વર્લ્ડકપમાં સપોર્ટ કરીશુ' લખનઉ ટીમના 14 અંક હોવા છતાં IPL 2024 પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
ટીમનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક - રાહુલ
IPL 2024માં ટીમના પ્રદર્શનને લઈને કહ્યું, ખૂબ નિરાશાજનક. સીઝનની શરૂઆતમાં મને હકીકતમાં લાગ્યું કે અમારી પાસે એક મજબૂત ટીમ હતી અને મોટાભાગે બેઝ કવર હતા.








