મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારત-પાક મેચ પર આ રીતે થઇ શકે છે હુમલો, આતંકી સંગઠનની ચેટ થઈ વાયરલ

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આવતા મહિને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્

ભારત-પાક મેચ પર આ રીતે થઇ શકે છે હુમલો, આતંકી સંગઠનની ચેટ થઈ વાયરલ

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આવતા મહિને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી ટી20 વર્લ્ડ કપ મેચને લઈને ધમકી આપી છે. આ પછી અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે, તેણે ન્યૂયોર્ક પોલીસને સુરક્ષા વધારવાના આદેશ આપ્યા છે, જેમાં કાયદાના અમલીકરણમાં વધાર કરવો, દેખરેખ અને સઘન ચકાસણી પ્રક્રિયા સામેલ છે.

ભારત-પાકિસ્તાન મેચ પહેલા મળી આતંકવાદી હુમલાની ધમકી

ન્યૂયોર્ક શહેરની સરહદે આવેલા નાસાઉ કાઉન્ટીના વડા બ્રુસ બ્લેકમેને કહ્યું, 'અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. અમે તમામ સાવચેતી રાખી રહ્યા છીએ. અમે દરેક ધમકીને ગંભીરતાથી લઈએ છીએ. દરેક ધમકી માટે સમાન પ્રક્રિયા છે. અમે ક્યારેય જોખમોને ઓછું આંકતા નથી. અમે અમારા તમામ લીડ્સને ટ્રેક કરીએ છીએ. ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન ISIS તરીકે ઓળખાય છે. તેણે બ્રિટિશ ચેટ સાઇટ પર ક્રિકેટ સ્ટેડિયમની એક તસવીર પોસ્ટ કરી, જેની ઉપર એક ડ્રોન ઉડતું હતું, તેના પર ભારત-પાકિસ્તાન મેચની તારીખ 9/06/2024 લખેલી હતી. પોસ્ટનો સ્ક્રીનશોટ એનબીસી ન્યૂયોર્ક ટીવી દ્વારા એક સમાચાર અહેવાલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

ન્યૂયોર્કમાં વધારવામાં આવી સિક્યોરિટી

ન્યૂયોર્કના અધિકારીઓએ ISIS પોસ્ટ પર વધુ ધ્યાન આપ્યું ન હતું અને તેને ઓછું મહત્ત્વ આપ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અમે સુરક્ષા પગલાં વધારી રહ્યા છીએ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંસાધનો એકત્રિત કરી રહ્યા છીએ. હોચુલે કહ્યું કે, "હાલ આ સમયે કોઈ જાહેર સલામતીનું જોખમ નથી, અમે પરિસ્થિતિને નજીકથી મોનિટર કરવાનું ચાલુ રાખીશું," હોચુલે કહ્યું કે, "ન્યૂયોર્કના રહેવાસીઓ અને મુલાકાતીઓ સલામત છે તેની ખાતરી કરવા માટે મારું વહીવટીતંત્ર ફેડરલ કાયદા અમલીકરણ અને નાસાઉ કાઉન્ટી સાથે મહિનાઓથી કામ કરી રહ્યું છે," નાસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડરે કહ્યું કે, હજી સુધી કોઈ વિશ્વસનીય ખતરો નથી, પરંતુ તેમનો વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 30,000 છે. તેને ખાસ ટૂર્નામેન્ટ માટે તૈયાર કરવામાં આવી છે.

નો ફ્લાય ઝોન બનાવવાની માગ

વીડિયોમાં આપવામાં આવેલી ધમકીમાં સ્ટેડિયમ પર ડ્રોન ઉડતા બતાવવામાં આવ્યા છે અને તારીખ 9/06/2024 પણ લખેલી છે. ભારત-પાકિસ્તાન મેચ પણ તે જ દિવસે છે, ડ્રોન હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને, નાસો કાઉન્ટીએ યુ.એસ. એવિએશન એડમિનિસ્ટ્રેશનને મેચ સ્થળ, આઈઝનહોવર પાર્ક અને આસપાસના વિસ્તારને 'નો-ફ્લાય ઝોન' તરીકે જાહેર કરવા વિનંતી કરી છે.

T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે

T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે. NBC ન્યૂયોર્કે જણાવ્યું હતું કે, T20 વર્લ્ડ કપ ઇવેન્ટની સુરક્ષા તૈયારીઓ નાસાઉ કાઉન્ટી દ્વારા હાથ ધરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી તૈયારી છે અને તેને યુએસ પ્રમુખપદની ચર્ચાની સમકક્ષ ગણવામાં આવી રહી છે. બ્રિટિશ અખબાર એક્સપ્રેસે સૌથી પહેલા આ ખતરાની જાણકારી આપી હતી. તેણે કહ્યું કે, યુરોપમાં રમતગમતની ઘટનાઓ સામે પણ આવી જ ધમકીઓ આપવામાં આવી હતી.

બ્રિટિશ વેબસાઇટનો મોટો ખુલાસો

તેમાં કહેવામાં આવ્યું છે કે, ISIS સમર્થકોને ક્રિકેટ T20 વર્લ્ડ કપ સહિતની મોટી ઈવેન્ટ્સને નિશાન બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એક્સપ્રેસે બ્રિટિશ વેબસાઈટ મેટ્રિક્સ પર પોસ્ટ કરેલા ચેટ ગ્રૂપમાં જણાવ્યું હતું કે, "ફોરમ પર એ વાત ઉપર પણ ચર્ચા થઈ હતી કે કેવી રીતે આતંકવાદી જૂથો યુરોપમાં રમતગમતના મોટા કાર્યક્રમોમાં નાગરિકોને મારવા માટે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોનનો ઉપયોગ કરી શકે છે." 'ચેટ રૂમના સભ્યો જેમણે સ્ટેડિયમની ધમકીઓ શેર કરી હતી, તેઓએ તેમની આતંકવાદી કુશળતા વર્ણવી હતી, જેમાં AK-47 રાઇફલ્સનો સમાવેશ થાય છે, અને પાઉન્ડ સ્ટર્લિંગમાં નાણાંની ચર્ચા કરી હતી,' એક્સપ્રેસે ઉમેર્યું હતું કે, તેના કેટલાક માણસો બ્રિટનમાં હોઈ શકે છે.

આ સમાચાર શેર કરો