મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 / વિજયી ટ્રેક જાળવવા મેદાનમાં ઉતરશે મુંબઈ ઈન્ડિયન્સ, આજે ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સ સાથે થશે ટક્કર

ખરાબ શરૂઆત બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હવે વિજયી ટ્રેક પર આવી રહી હોય તેમ લાગે છે. જો IPLના બીજા હાફમાં તેઓ વધુ મે

IPL 2024 / વિજયી ટ્રેક જાળવવા મેદાનમાં ઉતરશે મુંબઈ ઈન્ડિયન્સ, આજે ટેબલ ટોપર રાજસ્થાન રોયલ્સ સાથે થશે ટક્કર

ખરાબ શરૂઆત બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હવે વિજયી ટ્રેક પર આવી રહી હોય તેમ લાગે છે. જો IPLના બીજા હાફમાં તેઓ વધુ મેચો જીતે તો તેઓને હજુ પણ પ્લે ઓફની રેસમાં આવવાની તક છે.

પોઈન્ટ ટેબલમાં મુંબઈ છઠ્ઠા ક્રમે

મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને પરાજય આપ્યો હતો. હવે આજે તેઓ પોઈન્ટ ટેબલ પરની ટોપ ટીમ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મેચનો પ્રારંભ સાંજે 7.30થી થશે.

મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી ચારમાંથી ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 10મા નંબરે હતી, હવે તે છઠ્ઠા નંબરે આવી ગઈ છે. જ્યારે 12 પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે.

બુમરાહ પર આધાર

છેલ્લી મેચમાં મુંબઈ સામે પંજાબે 14 રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી તે પછી શશાંક સિંહ અને આશુતોષ શર્માએ આક્રમણ કરતા એક સ્થિતિ એ આવી ગઈ હતી કે મુંબઈ હારી પણ જાય.

આખરે મુંબઈ ઈન્ડિયન્સ નવ રનથી જીતી ગઈ. આના પરથી મુંબઈએ આત્મમંથન કરવાનું છે કે બુમરાહ વગર જીત મેળવવી શક્ય ન હતી. તેણે પંજાબની ત્રણ વિકેટ ઝડપી હતી.

બુમરાહની ઈકોનોમિકલ બોલિંગ

બુમરાહ ખૂબ જ ઈકોનોમિકલ બોલિંગ કરે છે. બુમરાહ આ IPLમાં 13 વિકેટ ઝડપી ચૂક્યો છે. જે આ સીઝનની સૌથી વધુ વિકેટ મેળવનાર બોલર તરીકેની સિધ્ધ છે. તેણે પ્રતિ ઓવર છ રન જ આપ્યા છે.

અન્ય બોલરો સામાન્ય

કોએત્ઝીએ સીઝનમાં 12 વિકેટ ઝડપી છે પણ તે ખર્ચાળ પણ પૂરવાર થયો છે. આકાશ મધવાલ અને હાર્દિક પંડ્યા ખાસ પ્રભાવ નથી પાડી શક્યા. મુંબઈને આ કારણે શ્રેયસ ગોપાલ અને અફઘાનિસ્તાનના નબી પાસેથી અસરકારક બોલિંગની આશા રાખવી ૫ડશે.

બેટિંગમાં મુંબઈ સુર્યકુમારને આભારી

રોહિત શર્મોએ આ IPLમાં સદી ફટકારી છે. તેને બાદ કરતા તે ઈનિંગ બિલ્ટ અપ નથી કરી શક્યો. ઈશાન કિશનનું ફોર્મ પણ તે હદે પ્રભુત્વ જમાવતું નથી. તિલકવર્મા પણ સાધારણ રહ્યો છે.

મુંબઈની જીત બોલિંગમાં બુમરાહને તો બેટિંગનો સુર્યકુમાર યાદવને આભારી છે. પંજાબ સામે તેણે 53 બોલમાં 78 રન ફટકાર્યા હતા. રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને બંને વચ્ચેના પ્રથમ મુકાબલામાં છ વિકેટથી હરાવ્યું હતું.

આ સમાચાર શેર કરો